મોરબીના યુવાને કાલે જન્મદિવસ નિમિતે કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
મોરબીમાં બી ડિવિઝન પોલીસે શોધી કાઢેલા 13 મોબાઈલ ડીવાયએસપીના હસ્તે મૂળ માલિકોને પાછા અપાયા
SHARE
મોરબીમાં બી ડિવિઝન પોલીસે શોધી કાઢેલા 13 મોબાઈલ ડીવાયએસપીના હસ્તે મૂળ માલિકોને પાછા અપાયા
તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ હેઠળ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે જુદાજુદા 13 લોકોના ખોવાઈ ગયેલા મોબાઈલ શોધી કાઢીને મૂળ માલિકને તે પરત આપવામાં આવ્યા હતા અને આ તકે મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલા ત્યાં હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જે 13 લોકોના મોબાઈલ ફોન ખોવાયેલ હતા તેને ટેક્નિકલ ટીમે સતત મોનીટરીંગ કરીને શોધી કાઢ્યા હતા અને આશરે 1.93 લાખની કિંમતના મોબાઈલ ફોન પાછા આપવામાં આવેલ છે. આ કામગીરીમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.વસાવા ની સૂચના મુજબ પીએસઆઈ બી.એ.ગઢવી તેમજ જગદીશભાઇ ડાંગર, પ્રદિપસિંહ ઝાલા, બ્રીજેશભાઇ બોરીચા, અજયસિંહ રાણા, દશરથસિંહ મસાણી, સંજયભાઇ લકુમ, રાજપાલસિંહ રામદેવસિંહ તથા પ્રિયંકાબેન પૈજા દ્વારા કરવામાં આવી હતી.