મોરબીના રામચોક પાસે એસટી અને રિક્ષા વચ્ચે અકસ્માત: બે મહિલા સહિત ત્રણ વ્યક્તિને ઇજા થતાં સારવારમાં
હળવદના જુના દેવળીયા નજીક ડમ્પર પાછળ ટ્રેલર અથડાતાં વૃદ્ધનું મોત
SHARE
હળવદના જુના દેવળીયા નજીક ડમ્પર પાછળ ટ્રેલર અથડાતાં વૃદ્ધનું મોત
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામ પાસે ડમ્પર ચાલકે અકસ્માત સર્જાય તે રીતે ડમ્પર રોડ ઉપર ઉભું રાખ્યું હતું જેમાં પાછળથી ટ્રક ટ્રેલર અથડાતા અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં ટ્રક ટ્રેલરના ચાલકને કપાળે તથા ગળાના ભાગે ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરાખંડના રહેવાસી અને હાલમાં મુંબઈ ખાતે રહેતા રંગબહાદુર લચ્ચીચંદ ચંદ જાતે ઠાકૂર (38)એ ડમ્પર નંબર આરજે 27 જીડી 6187 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી અમદાવાદ હાઈવે રોડ ઉપર હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સીમમાં પેટ્રોલ પંપથી આગળના ભાગમાં ડમ્પર ચાલકે જાહેર રોડ ઉપર ટ્રાફિકને નડતરરૂપ થાય અને ગંભીર અકસ્માત સર્જાય તે રીતે પોતાનું ડમ્પર કોઈપણ જાતના લાઈટ કે સિગ્નલ વગર મૂક્યું હતું જેની પાછળ ફરિયાદીના પિતા લચ્ચીચંદ રતિચંદ ઠાકૂર (60) રહે. હાલ ગાંધીધામ સાઈ કૃપા ફ્રેટ કેરિયર ટ્રાન્સપોર્ટમાં જિલ્લો કચ્છ મૂળ રહે. ઉત્તરાખંડ વાળાનું ટ્રેલર નંબર જીજે 12 ડીટી 8499 અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને જે બનાવમાં ફરિયાદીના પિતાને કપાળ અને ગળાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
ઇજા પામેલ વૃદ્ધ સારવારમાં
મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા લાલજીભાઈ મૂળજીભાઈ ચાવડા (80) નામના વૃદ્ધ ઘરે હતા ત્યારે તેને ચક્કર આવતા તે પડી ગયા હતા અને દરમિયાન તેને માથામાં ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે