મોરબી શહેરમાંથી ડીગ્રી વગર લોકોની સારવાર કરતો વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો
મોરબીના રામચોક પાસે એસટી અને રિક્ષા વચ્ચે અકસ્માત: બે મહિલા સહિત ત્રણ વ્યક્તિને ઇજા થતાં સારવારમાં
SHARE







મોરબીના રામચોક પાસે એસટી અને રિક્ષા વચ્ચે અકસ્માત: બે મહિલા સહિત ત્રણ વ્યક્તિને ઇજા થતાં સારવારમાં
મોરબીના શનાળા રોડ ઉપર રામચોકના ઢાળ પાસેથી રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે તે રીક્ષા અને એસટી બસ વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર રામચોકના ઢાળ પાસેથી પેસેન્જર રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે તે રીક્ષા અને ભુજ-સાવરકુંડલા રૂટની એસટી બસ વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં રિક્ષામાં બેઠેલ હસીનાબેન સલીમભાઈ બખતરીયા (47) રહે. ઘુનડા (સ), યાસ્મીનબેન સબીરભાઈ આસ્વાણી (53) રહે. દાઉદી પ્લોટ મોરબી અને જાહેર શબીરભાઈ આસ્વાણી (18) રહે. દાઉદી પ્લોટ મોરબી વાળાઓને ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને ઇજાગ્રસ્તો તેના બહેનના ઘરે જતા હતા તે સમયે રીક્ષા અને એસટીની બસ વચ્ચે અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા થયેલ લોકોને સારવારમાં લઈ ગયા હતા તેવી પ્રાથમિક માહિતી પોલીસ તપાસ દરમિયાન સામે આવેલ છે
