મોરબી સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઈ વડાવીયા સતત બીજીવાર બન્યા કૃભકોના ડિરેક્ટર
મોરબી બાર એસો.ના પ્રમુખ ચેતન સોરીયા-ઉપપ્રમુખ જીતેન અગેચાણીયા
SHARE







મોરબી બાર એસો.ના પ્રમુખ ચેતન સોરીયા-ઉપપ્રમુખ જીતેન અગેચાણીયા
મોરબી જિલ્લા બાર એસો.ના હોદેદારો માટે ચૂંટણી યોજાઇ હતી જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ પદે સોરીયા ચેતનભાઇ પ્રાણજીવનભાઈનો 43 માટે વિજય થયેલ છે.જયારે ઉપપ્રમુખ પદે અગેચાણીયા જીતેનભાઇ દિલીપભાઈ અને સેક્રેટરી પદે ખુમાણ અશોકભાઈ જીવાભાઈનો વિજય થયેલ છે.જેથી કરીને વકીલ મિત્રોએ આ વિજયને ઢોલ નગારા સાથે વધાવ્યો હતો.
મોરબી જિલ્લા બાર એસો.ના હોદેદારો માટે ચૂંટણી યોજાઇ હતી જેમાં પ્રમુખ પદ માટે જીતેન્દ્રસિંહ જાડેજા, ચેતનભાઈ સોરીયા, પ્રાણલાલભાઈ માનસેતા, દેવજીભાઈ પરમારે દાવેદારી કરી હતી જયારે ઉપપ્રમુખ માટે જીતેનભાઈ અગેચાણીયા, દેવજીભાઈ પરમાર, રજાકમિંયા બુખારી, મનીષભાઈ જોશી, સેક્રેટરીમાં ભાવેશભાઈ ભટ્ટ અને અશોકકુમાર ખુમાણ, જોઈન્ટ સેક્રેટરીમાં ચિરાગભાઈ કણઝારીયા, દેવજીભાઈ પરમાર, ધવલભાઈ શેરસિયા તેમજ કારોબારીમાં રાહુલભાઈ ગોલતર, પ્રદીપભાઈ કટીયા, કરમશીભાઈ પરમાર, મોનિકાબેન સંઘાણી અને કુલદીપ ઝંઝવાડીયાએ ઉમેદવારી કરેલ હતી અને મોરબી બાર એસો.ના હોદેદારોને ચૂંટવા માટે વકીલોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. અને મોડી સાંજ સુધી મતગણતરી ચાલી હતી અને ત્યાર બાદ વિજેતા ઉમેદવરોના નામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ પદે સોરીયા ચેતનભાઇ પ્રાણજીવનભાઈ, ઉપપ્રમુખ પદે અગેચાણીયા જીતેનભાઇ દિલીપભાઈ, સેક્રેટરી પદે ખુમાણ અશોકભાઈ જીવાભાઈ, જોઈન્ટ સેક્રેટરીમાં ચિરાગભાઈ કણઝારીયા તેમજ કારોબારીમાં રાહુલભાઈ ગોલતર, કરમશીભાઈ પરમાર અને મોનિકાબેન સંઘાણીનો વિજય થયેલ છે.જયારે મહીલા પ્રતિનિધી તરીકે કમળાબેન મુછડીયા બીન હરીફ જાહેર થયા હતા.જેથી વિજેતા બનેલા તમામ વકીલોને અન્ય વકીલોએ ફોનથી તેમજ રૂબરૂ મળીને શુભકામનાઓ પાઠવી હતી.તેમજ કોર્ટ બિલ્ડિંગના પરિસરમાં ઢોલ નગારા સાથે વિજેતા પ્રમુખ સહિતના હોદેદારોને વધાવવામાં આવ્યા હતા.
