માળીયા (મી)માં ઘરમાંથી ૩.૯૩૦ કિલો ગાંજા સાથે આરોપીની ધરપકડ: સુરતના શખ્સનું નામ ખુલ્યું
માળિયા (મી)ના કુંતાસી ગામેથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો: કુલ મળીને 10 થયા
SHARE







માળિયા (મી)ના કુંતાસી ગામેથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો: કુલ મળીને 10 થયા
મોરબી શહેર અને જિલ્લામાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટયો હોય તેવો ઘાટ છેલ્લા દિવસોથી જોવા મળી રહ્યો છે કારણ કે, અત્યાર સુધીમાં મોરબી, ટંકારા અને હળવદ વિસ્તારમાંથી પોલીસે જુદી જુદી જગ્યા ઉપર રેડ કરીને નવ જેટલા બોગસ ડોક્ટરો પકડ્યા છે તેઓમાં માળિયા તાલુકાના કુંતાસી ગામેથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે જેથી પોલીસે તેની પાસેથી એલોપેથિક દવાઓ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જિલ્લામાં અગાઉ મોરબી શહેરમાંથી બે, તાલુકામાંથી એક, ટંકારા તાલુકામાંથી એક અને હળવદ તાલુકામાંથી પાંચ આમ કુલ મળીને નવ બોગસ ડોકટર ઝડપાઈ ગયા છે અને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે તેવામાં માળિયા મીયાણા તાલુકા પોલીસની ટીમ દ્વારા કુંતાસી ગામે રામજી મંદિરની પાછળના ભાગમાં રહેતા ભરતભાઈ રામાનુજને ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે તેની પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી કે સરકાર માન્ય લાયસન્સ ન હોવા છતાં પણ દર્દીઓને એલોપેથીક દવા આપીને તેના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય તેવું સામે આવ્યું હતું જેથી સ્થળ ઉપરથી પોલીસે 1,867 રૂપિયાની કિંમતની એલોપેથિક દવાનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ભરતભાઈ બિહારીદાસ રામાનુજ (43) રહે. રામજી મંદિર કુંતાસી ગામ માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ કલમ 30, 33 અને બીએનએસ ની કલમ 125 મુજબ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
