માળિયા (મી)ના કુંતાસી ગામેથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો: કુલ મળીને 10 થયા
મોરબી શહેરમાં આવેલ જુદાજુદા બે સ્પાના મેનેજર સામે ગુના નોંધાયા
SHARE






મોરબી શહેરમાં આવેલ જુદાજુદા બે સ્પાના મેનેજર સામે ગુના નોંધાયા
મોરબી શહેરના જિલ્લામાં જુદી જુદી જગ્યા ઉપર કામ કરતા પરપ્રાંતીય કર્મચારીઓની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવા માટે અવારનવાર જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં પણ મોરબી શહેરી વિસ્તારમાં જુદી જુદી જગ્યા ઉપર આવેલ બે સ્પામાં કામ કરતા કર્મચારીઓની વિગતો મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપી ન હતી જેથી કરીને બંને સ્પાના મેનેજરોની સામે જાહેરનામા ભાંગના ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીના સનાળા રોડ ઉપર મહેશ હોટલ પાસે આવેલ રોયલ ક્રિષડી સ્પા ને ચેક કરવામાં આવ્યું હતુ ત્યારે ત્યાં કામ કરતા સ્ટાફની માહિતી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવી ન હતી જેથી કરીને તેના મેનેજર અજયભાઈ ધીરુલાલ ટમટા (28) રહે. પંચાસર રોડ શ્યામ પાર્ક-2 અક્ષર એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર-302 મોરબી મૂળ રહે. ઉત્તરાખંડ વાળાની સામે ગુનો નોંધાયો હતો આવી જ રીતે સનાળા રોડ ઉપર મહેશ હોટલ પાસે આવેલ ક્રાઉન વેલાઈસ સ્પામાં કામ કરતા કર્મચારીઓની માહિતી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી ન હતી જેથી ત્યાંના મેનેજર તોફિકભાઈ રહીમભાઈ મલેક (34) રહે. બોરીચાવાસ લીલાપર રોડ જેલ પાસે મોરબી વાળાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે


