વાંકાનેરના કોટડા નયાણી ગામે રહેતા યુવાને કર્યો ગળાફાંસો ખાઈને આપઘાત
મોરબીમાં કામ ધંધો ન કરતાં યુવાને માનસિક તણાવમાં આવીને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત
SHARE
મોરબીમાં કામ ધંધો ન કરતાં યુવાને માનસિક તણાવમાં આવીને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત
મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો યુવાન કામ ધંધો કરતો ન હતો જેથી તે માનસિક તણાવમાં આવી ગયો હતો અને તેને ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના ભાઈ દ્વારા એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકપ્લોટ વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ પુંજાભાઈ સોલંકી (35) નામના યુવાને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની જાણ મૃતકના હિતેશભાઇ પુંજાભાઈ સોલંકી (30) રહે. કલોકા પ્લોટ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરી હતી જેથી પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક યુવાન કામ ધંધો કરતો ન હોય માનસિક તણાવમાં આવી જતા તેને પોતાની જાતે આ પગલું ભરી લીધેલ છે. તેવી વિગતો સામે આવી હતી જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
એક બોટલ દારૂ પકડાયો
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ભારતપરામાં જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 695 ની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી મહેબૂબ તાલબભાઈ કૈડા (35) રહે. પંચાસર રોડ ભારતપરા સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝનમાં ગુનો નોંધી આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લઈને આવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે