મોરબી શહેરમાં આવેલ જુદાજુદા બે સ્પાના મેનેજર સામે ગુના નોંધાયા
વાંકાનેરના કોટડા નયાણી ગામે રહેતા યુવાને કર્યો ગળાફાંસો ખાઈને આપઘાત
SHARE






વાંકાનેરના કોટડા નયાણી ગામે રહેતા યુવાને કર્યો ગળાફાંસો ખાઈને આપઘાત
વાંકાનેર તાલુકાના કોટડા નયાણી ગામે રહેતો યુવાન કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસને આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતો નરવા પંકજભાઈ (21) નામના યુવાન કોઈ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
દેશી દારૂની ભટ્ઠી
ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેણાંક મકાનમાં સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 300 લીટર આથો તથા 20 લીટર તૈયાર દેશી દારૂ અને ગેસનો બાટલો, ગેસનો ચૂલો વગેરે માલસામાન મળી આવ્યો હતો જેથી પોલીસે સ્થળ ઉપરથી કુલ મળીને 13 હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા આરોપી કાંતાબેન મોતીલાલ જાદવ (50) રહે. નેકનામ તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે


