મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતો માટે કમોસમી વરસાદને પગલે શું શું ધ્યાન રાખવું ?: માર્ગદર્શિકા જાહેર


SHARE









મોરબી જિલ્લાના ખેડૂતો માટે કમોસમી વરસાદને પગલે શું શું ધ્યાન રાખવું ?: માર્ગદર્શિકા જાહેર

હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને આગામી તા. 27 અને 28 ના રોજ મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે મોરબી જિલ્લાના તમામ ખેડુતોને તકેદારી રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોએ ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લા હોય તો તેને તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા તેને પ્લાસ્ટિક/ તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને આ ઢગલાની ફરતે માટીનો પાળો બનાવીને વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું જોઈએ.

જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. તેમજ એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત સ્થળો પર રાખવા જોઈએ. તેમજ ત્યાં વેચાણઅર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી જોઈએ.

આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના વિસ્તારના ગ્રામ સેવકશ્રી, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર– ૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Latest News