મોરબીમાં આવેલ રેન બશેરામાં રહેતા લોકોના ભોજનની વ્યવસ્થા કરશે જલારામ પ્રાર્થના મંદિર
મોરબીમાં પત્ની સાથે આડા સબંધની અફવા બાબતે સમજાવવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો
SHARE
મોરબીમાં પત્ની સાથે આડા સબંધની જે શખ્સની અફવા ફેલાઇ હતી તેને સમજાવવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો
મોરબીમાં રહેતા યુવાનની પત્ની સાથે આડા સંબંધ હોવાની તે વિસ્તારમાં રહેતા શખ્સની અફવા ફેલાઈ હોય તે બાબતે યુવાન તે શખ્સને સમજાવવા માટે ગયો હતો ત્યારે સામે વાળો શખ્સ ઉશકેરાઇ ગયો હતો અને તેને પોતાની પાસે રહેલ છરી વડે યુવાન ઉપર હુમલો કરીને તેને ઈજા કરી હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઇને આવ્યા હતા અને ત્યારબાદ તે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં આવેલ મહાવીર નગરમાં રહેતા કાનજીભાઈ શંકરભાઈ સોનગ્રા (25)એ હાલમાં બાબુભાઈ ભગવાનજીભાઈ પરમાર રહે. મહાવીરનગર મોરબી વાળાની સામે એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની પત્ની સાથે આરોપીને આડા સંબંધ હોય તેવી અફવા ફેલાઈ હતી જેથી આરોપીને સમજાવવા માટે થઈને ફરિયાદી યુવાન ગયો હતો ત્યારે તેને આરોપીએ ઉશ્કેરાઈ જઈને ગાળો આપી હતી અને ત્યારબાદ પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કરીને ડાબા હાથમાં ફરિયાદી યુવાનને ઇજા કરી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવમાં આરોપીને પણ ઈજા થયેલ હોવાથી બંને ઇજાગ્રસ્તોને સારવારમાં લઈ ગયા હતા અને મારામારીના આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
વૃદ્ધનું મોત
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા સીરામીક સીટી ફ્લેટ નંબર જી-૨૦૧ માં રહેતા નયનભાઈ નાનુભાઈ વ્યાસ નામના ૭૫ વર્ષના વૃદ્ધને બીમારી સબબ બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યાં ફરજ ઉપરના તબીબે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને બનાવની સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા સ્ટાફના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
મારામારીમાં ઈજા થતાં સારવારમાં
મોરબીના વીસીપરામાં અમરેલી રોડ પ્રકાશ નળીયાના કારખાના પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં સીમાબેન વિજયભાઈ દેવીપુજક નામના ૨૦ વર્ષીય મહિલાને ઇજાઓ થતા સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના આર.એન. ડાંગર દ્વારા નોંધ કરીને કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા વસંતબેન ચંદુભાઈ ટીડાણી નામના ૪૪ વર્ષીય મહિલા મોરબી-વાંકાનેર હાઇવે કુબેર ટોકીઝ નજીક રસ્તો ઓળંગી રહ્યા હતા.ત્યારે અજાણ્યા કાર ચાલકે તેમને હડફેટે લેતા ઇજા પામેલ હાલતમાં સિવિલે સારવારમાં ખસેડાયા હતા.તે રીતે જ હળવદના નવી જોગડ ગામે વિહોતનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ તાળાભાઈ કગથરા નામનો ૩૫ વર્ષનો યુવાન બાઇક લઈને જતો હતો.ત્યારે ઇંગોરાળા ગામ પાસે હનુમાન મંદિર નજીક બાઇક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો.જેમાં સુરેશભાઈને ઇજાઓ થતા અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બંને બનાવની નોંધ કરીને બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી.
બ્લેડ વડે ચેકા મારતા સારવારમાં
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા મકબુલ નૂરમામદ સિપાઈ નામના ૧૯ વર્ષના યુવાને તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર ડાબા હાથના ભાગે કાંડા ઉપર જાતે બ્લડ વડે ચેકા મારી દીધા હતા.જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.બનાવની હોસ્પિટલ સુત્રો તરફથી જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના ધર્મેન્દ્રભાઈ રાંકજા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના અણીયારી ગામે શેરીમાં રમી રહેલ પ્રાંચી દિપકભાઈ ગણેશિયા નામની ત્રણ વર્ષીય બાળકીને બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામતા તેણીને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.
મારામારીમાં ઈજા
મોરબીના જુના બસ સ્ટેશન પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં કાસમ સલેમાનભાઈ ફકીર (ઉંમર ૩૨) રહે.વાંકાનેરને ઇજાઓ પહોંચી હતી.જેથી સારવાર માટે ખસેડાયો હતો.બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે બે ટ્રક વચ્ચે થયેલ અથડામણના અકસ્માત બનાવમાં ૧૦૮ વડે રમેશભાઇ લેખરાજભાઈ ચંદ્ર (ઉંમર ૪૧) રહે.સામખીયાળી રોડ કચ્છ ને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થતા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.