અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પીએચસી-સીએચસીમાં સમયસર હાજર ન રહે તેની સામે કડક પગલાં લેવા કલેક્ટરનો આદેશ


SHARE









મોરબી જીલ્લામાં પીએચસી-સીએચસીમાં સમયસર હાજર ન રહે તેની સામે કડક પગલાં લેવા કલેક્ટરનો આદેશ

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશનની સમીક્ષા બેઠક યોજાઈ હતી. મોરબી કલેકટર કચેરીના સભાખંડમાં આયોજિત આ બેઠકમાં મોરબી જિલ્લામાં થયેલી રસીકરણની કામગીરી અને અન્ય આરોગ્યલક્ષી કામગીરી વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ત્યારે મોરબી જીલ્લામાં આવેલા પીએચસી અને સીએચસીમાં સમયસર હાજર ન રહેતા હોય તેવા કર્મચારી સામે કડક પગલાં લેવા કલેક્ટરે આદેશ કર્યો છે.

SNID એટલે સબ-નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે. આ એક એવો કાર્યક્રમ છે જેમાં પોલિયો માટે જે-તે સંવેદનશીલ વિસ્તારોમાં બાળકોને રસી આપવા માટેની કામગીરીનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા SNID અંતર્ગત રસી આપનાર વ્યક્તિને તાલીમ આપવી, એડવોકેટીંગ, માઇક્રોપ્લાનિંગ અને મોનિટરિંગ, રસીકરણ સાઇટ પર મુલાકાત અને ઘરે-ઘરે પોલિયો સર્વે- આમ પાંચ તબક્કામાં સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવે છે.

વર્ષ ૨૦૨૪ અંતર્ગત તાજેતરના આંકડા જોઈએ તો મોરબી જિલ્લામાં ૧૩ ગામોમાં કુલ ૩૮૭૪૮ જેટલા ૦૫ વર્ષથી નાના બાળકો એટલે કે ૧૦૩% બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાના ૦૫ તાલુકામાં પેન્ટા-૩ , ઓપીવી-૩, મિઝુલ્સ વેક્સિનેશનમાં ૨૨૫૦૦ જેટલા બાળકોના રસીકરણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેની સામે ૧૬૨૭૪ બાળકોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઇ છે. ટેકો પ્લસ પોર્ટલ ઉપર ૧૬૮૫૪ જેટલા એટલે કે ૧૦૪% રસીકરણ કરાયેલા બાળકોની નોંધ કરવામાં આવી છે. તેમજ એચએમઆઈએસ પ્લસ પોર્ટલ પર ૧૫૮૪૦ એટલે કે ૯૭% બાળકોની ડેટા એન્ટ્રી કરાઈ છે.

બેઠકમાં કલેકટરએ જણાવ્યું હતું કે, અઠવાડિયામાં બે વાર તાલુકા આરોગ્ય અધિકારીઓ દ્વારા પીએચસી અને સીએચસી પર મુલાકાત લે. જિલ્લાના તમામ પીએચસી અને સીએચસી પર તમામ સ્ટાફ સમયસર હાજર રહે તે મુજબ કાર્યવ્યવસ્થા ગોઠવવાની રહેશે. જે કર્મચારી સમયસર હાજર ના હોય તેમના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. મોરબી જિલ્લાના નાગરિકો તેમની નજીકના સરકારી દવાખાનાની વિવિધ સેવાઓ અને નિઃશુલ્ક દવાનો લાભ મેળવે તેમ કલેકટરએ અંતમાં અનુરોધ કર્યો હતો. 




Latest News