મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી કૈલા પરિવાર સોશ્યલ ગ્રુપ દ્રારા સ્નેહ મિલન, રમતોત્સવ અને તેજસ્વીતા સન્માનનું આયોજન


SHARE













મોરબી કૈલા પરિવાર સોશ્યલ ગ્રુપ દ્રારા સ્નેહ મિલન, રમતોત્સવ અને તેજસ્વીતા સન્માનનું આયોજન

મોરબી કૈલા પરિવાર સોશ્યલ ગ્રુપ દ્રારા નવા વર્ષમાં નવી ઉર્જા અને નવા સંકલ્પ સાથે આગળ વધવા માટે નવ માં સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ ભરતનગર ગામ પાસે આવેલ ભરતવન ફાર્મ ખાતે આગામી તા 29/12 ને રવિવારના રોજ રાખવામા આવેલ છે. ત્યારે સ્નેહ મિલન સાથે રમતોત્સવ, તેજસ્વીતા સન્માન અને વાર્ષિક સમારોહ પણ રાખવામા આવેલ છે.

મોરબીમાં કૈલા પરિવાર સોશ્યલ ગ્રુપ દ્રારા આવનારી સમસ્યાઓ તેમજ પડકારોને પહોંચી વળવા હકારાત્મક અભિગમ સાથે રચનાત્મક અને સામાજીક કાર્યો કરવામાં આવે છે ત્યારે કૈલા પરિવારના ઉત્થાનના સંકલ્પ સાથે મોરબી શહેર કૈલા પરિવાર ગ્રુપ દ્રારા સ્નેહ મિલન, રમતોત્સવ અને તેજસ્વીતા સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બાળકોની રમત ગમત માટે બપોરે 2 થી 4 સુધીનો સમય રાખેલ છે ત્યાર બાદ આશીર્વચન 4 થી 4:30, તેજસ્વીતા સન્માન સાંજે 4:30 થી 5:30 અને રાસ ગરબા 5:30 થી 6:30 સુધી રાખવામા આવેલ છે ત્યાર બાદ સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ માટેના દાતા ધર્મેન્દ્રભાઈ ભરતભાઈ કૈલા, દિપકભાઈ હરજીભાઈ કૈલા, કિરીટભાઈ ગાંડાલાલ કૈલા, લલીતભાઈ નારણભાઈ કૈલા, રતીલાલભાઇ માવજીભાઈ કૈલા, શંકરભાઇ રાઘવજીભાઈ કૈલા, હંસરાજભાઈ જેરામભાઈ કૈલા, જીતુભાઈ & ચેતનભાઈ કૈલા. ડો. ભરતભાઈ કૈલા અને ડો. વિનોદભાઈ કૈલા, બચુભાઈ રણછોડભાઈ કૈલા અને સંજયભાઈ કૈલા, ભીખાભાઈ મહાદેવભાઈ કૈલા અને પ્રભુલાલ હરજીવનભાઈ કૈલા છે વધુ માહિતી માટે દિનેશભાઈ (9737502222), ભાવેશભાઈ (માસ્તર) (8866630937) અને અમિતભાઈ (9974422200) નો સંપર્ક કરવા જણાવ્યુ છે 




Latest News