ટંકારાના વીરપર ગામે બાલવાટિકા અને પક્ષીઘરનું લોકાર્પણ કરાયું મોરબી જીલ્લાને થતા અન્યાય અને અસુવિધાઓ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં જરૂરિયાતમંદ બાળકો સાથે જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરતા દેવેનભાઈ રબારી મોરબીમાં મારામારીના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુકવા કોર્ટમાં આદેશ મોરબી નવયુગ વિદ્યાલય ખાતે તુલસી દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૩૧ જાન્યુ. સુધી હથિયારબંધી; ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબીમાં તાલુકા કક્ષા કલા મહાકુંભના સ્થળ-તારીખમાં ફેરફાર વાંકાનેર ફાયરીંગ બટની પાસે તા.૧૧ થી ૨૭ જાન્યુ. સુધી પ્રવેશબંધી
Morbi Today

મોરબીના પાવળીયારી નજીક વાહન અકસ્માતમાં પગપાળા જતો યુવાન અને બાઇક સવાર બંને સારવારમાં


SHARE













મોરબીના પાવળીયારી નજીક વાહન અકસ્માતમાં પગપાળા જતો યુવાન અને બાઇક સવાર બંને સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ પાવળીયારી વિસ્તારમાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં પગપાળા જતા યુવાન સાથે બાઇક અથડાતા બાઈકસવાર તથા પગપાળા જતા યુવાનને ઇજાઓ પહોંચતા બંનેને સારવારમાં ખસેડાયા હતા.

વધુમાં તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબીના પાવડીયારી નજીક આવેલ બ્લુઝોન સિરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતો પ્રભાત દલાઇ નામનો ૨૦ વર્ષનો યુવાન મોરબીના પાવડીયારી નજીક આવેલ કજરીયા સેનેટરી પાસેથી પગપાળા જતો હતો.ત્યારે ત્યાંથી બાઈક લઈને નીકળેલ અભિસિંહ (ઉમર ૨૪) રહે.સ્કાયટચ સિરામિક વાળો તેની સાથે અથડાયો હતો.જે અકસ્માત બનાવમાં પગપાળા જતા પ્રભાત દલાઇ તથા બાઇક સવાર અભિસિંહ બંનેને ઇજાઓ પહોંચી હતી.જેથી બંનેને શહેરના સામાકાંઠેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એ.પી.જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યા છે.
મકનસર નજીક અકસ્માત
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામે પોલીસ હેડ કવાટરની સામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઇજા પામેલા વિષ્ણુભાઈ ગોરધનભાઈ અજાણા (૩૫) રહે.નાગડાવાસ તા.જી.મોરબીને ઇજાઓ પહોંચી હતી.જેથી તેને ૧૦૮ વડે અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ છે.બનાવ અંગે જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમાર આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું તાલુકા પોલીસે જણાવેલ છે.
ધરમપુર મારામારી
મોરબીના ધરમપુર ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં રાત્રિના થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ રાજુભાઈ ઓધવજીભાઈ ઉપસરિયા નામના ૪૬ વર્ષીય યુવાનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ બજાજના શોરૂમ પાસે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં બાઈક અને રીક્ષા અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ભરતભાઇ ગોરધનભાઈ સાદરીયા (ઉમર ૫૨) રહે.વીરપરડા વાળાને ઇજાઓ પહોંચતા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.
વૃદ્ધ સારવારમાં
મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર આવેલ પોલીસ ચોકી પાસે ઉભેલા અબ્દુલરહેમાન બસીરમિંયા કાદરી (ઉંમર ૬૫) રહે.નિધિપાર્ક રણછોડનગરના પગ ઉપરથી અજાણ્યા બોલેરો કારના ચાલકે ટાયર ફેરવી દીધું હતું.જેથી જમણા પગના ભાગે ઇજા પામતા ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.



Latest News