ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી: પ્રેમિકાની હત્યામાં બનેવીનો સાથ આપનારા કૌટુંબિક સાળાની ધરપકડ


SHARE













મોરબી: પ્રેમિકાની હત્યામાં બનેવીનો સાથ આપનારા કૌટુંબિક સાળાની ધરપકડ

વાંકાનેર નજીક જમીનમાં ખાડો ખોદીને અમદાવાદના તાંત્રિક નવલસિંહે તેની પ્રેમિકાની હત્યા કર્યા બાદ કરેલ શરીરના ટુકડાને દાટી દીધા હતા જે લાશને અમદાવાદ અને વાંકાનેર પોલીસે ખાડો ખોદીને બહાર કાઢી હતી. અને માનવ શરીરના અવશેષો પોલીસે કબજે કર્યા હતા જે બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મૃતક તાંત્રિક તથા તેની પત્નીભાણેજ સહિત કુલ ચાર વ્યક્તિઓની સામે ગુનો નોંધાયો હતો જે ગુનામાં તાંત્રિકના કૌટુંબિક સાળાની પોલીસે ધરપકડ કરીને ત્રણ દીવસના રીમાન્ડ લીધા છે અને સમગ્ર ઘટનાનું આરોપી પાસે રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ હતુ.

અમદાવાદ પોલીસે તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડાની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ દરમિયાન તેણે 13 વર્ષમાં 12 જેટલા લોકોની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી જેથી કરીને પોલીસે તપાસ ચાલી રહી હતી તેવામાં તાંત્રિકનું હાર્ટ એટેકથી મોત થયું હતું જો કેતાંત્રિકે કરેલ હત્યા પૈકી તાંત્રિક નવલસિંહ ચાવડાએ તેની પ્રેમિકાની હત્યા કરી હતી અને તેના શરીરના કટકા કરીને પ્લાસ્ટિકના કોથળામાં ભરી તે વાંકાનેર શહેર નજીક દાટી દીધી હોવાનું સામે આવ્યું હતું. જેથી અમદાવાદ પોલીસે વાંકાનેર આવીને ત્યાંની પોલીસને સાથે રાખીને વાંકાનેરમાં આવેલ વીસીપરા ફાટક પાસે સરધારકા રોડે ખોદકામ કરવામાં આવ્યું હતું.

ત્યારે સ્થળ ઉપરથી મૃતક યુવતીના શરીરના અવશેષો પ્લાસ્ટિકના કોથળામાંથી મળી આવ્યા હતા જેને પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા અને તે બોડીના પાર્ટસને ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવ્યા હતા. અત્રે ઉલેખનીય છે કેમૃતક તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડાએ રાજકોટની નગમા કાદરભાઈ મુકાસમની હત્યા કરી હતી કેમ કેમૃતક યુવતીને તાંત્રિક સાથે પ્રેમ સંબંધ હતો અને નગમાએ લગ્ન કરવા માટે થઈને તાંત્રિકને દબાણ કર્યું હતું અને તાંત્રિક નવલસિંહ તેની સાથે લગ્ન કરવા માંગતો  હતો જેથી નવલસિંહ ચાવડા તથા તેના કૌટુંબિક સાળા જીગર ભનુભાઈ ગોહિલે નગમાને નવલસિંહ ચાવડાના વઢવાણ ગામે આવેલ મકાને બોલાવી હતી અને ત્યાં નગમાની હત્યા કરીને શરીરના ટુકડા કર્યા હતા

વાંકાનેર નજીકથી નગમાના શરીરના ટુકડા પ્લાસ્ટિકના કોથળામાંથી મળી આવેલ હતા તે શરીરના ટુકડાને ગાડીમાં ભરીને નવલસિંહ ચાવડા 99 કિલો મીટર સુધી ફરીને વાંકાનેર પાસે આવ્યા હતા અને ત્યાં જમીનમાં લાશ દાટીને તેનો નિકાલ કર્યો હતો. આ બનાવ સંદર્ભે વાંકાનેર સિટીમાં મૃતક તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડા તથા તેની પત્ની સોનલબેન નવલસિંહ ચાવડા રહે. બંને અમદાવાદ તેમજ જીગર ભનુભાઈ ગોહિલ અને મૃતક તાંત્રિકનો ભાણેજ શક્તિરાજ ભરતભાઈ ચાવડા સામે હત્યાનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં અગાઇ તાંત્રિકની પત્ની સોનલબેન નવલસિંહ ચાવડા અને તાંત્રિકના ભાણેજ શક્તિરાજ ભરતભાઈ ચાવડાની ધરપકડ કરેલ હતી હાલમાં વાંકાનેર સિટીના પીઆઇ એચ.વી. ઘેલા અને તેની ટીમે આરોપીના કૌટુંબિક સાળા જીગર ભનુભાઈ ગોહેલ (34) ની ધરપકડ કરેલ છે અને તેને કોર્ટમાં રજૂ કરીને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

વધુમાં વાંકાનેર સીટી પીઆઈ પાસેથી મળતી વિગત પ્રમાણે આરોપી જીગર ગોહિલને સાથે રાખીને વઢવાણ ખાતે જે મકાનમાં નગમાની હત્યા કરવામાં આવી હતી અને તેના શરીરના કટકા કરવામાં આવ્યા હતા ત્યાંથી લઈને જે જગ્યા ઉપર તેના શરીરના કટકાને વાંકાનેર નજીક જમીનમાં દાટીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો ત્યાં સુધીની સમગ્ર ઘટનાનું આરોપી જીગર ગોહિલે રી કન્સ્ટ્રક્શન કરી આપ્યુ હતુ ત્યારે આરોપીએ જે રીતે હત્યાના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો તે સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રક્શન પોલીસની હાજરીમાં કરી આપ્યું હતું.






Latest News