પાલિકા કુંભકર્ણ નિંદ્રાવસ્થામાં ?: મોરબીમાં એલ.ઇ. ગ્રાઉન્ડ સામે જીવલેણ અકસ્માત થાય તેવો ખાડો દેખાતો નથી !
SHARE







પાલિકા કુંભકર્ણ નિંદ્રાવસ્થામાં ?: મોરબીમાં એલ.ઇ. ગ્રાઉન્ડ સામે જીવલેણ અકસ્માત થાય તેવો ખાડો દેખાતો નથી !
મોરબીમાં એલ.ઇ. કોલેજ રોડ ઉપર એલ.ઇ. ગ્રાઉન્ડની બાજુમાં છેલ્લા ઘણા સમયથી પાણીની લાઈનમાં લીકેજ છે જેના કારણે પાણી સતત ત્યાંથી વેડફાતું હોય છે આટલું જ નહીં પરંતુ પાણી રસ્તા ઉપર ભરાયેલું રહેવાના કારણે ત્યાં રસ્તો પણ તૂટી જાય છે તેમ છતાં તંત્ર દ્વારા જે કરવાની કામગીરી હોય છે તે તાત્કાલિક ધોરણે કરવામાં આવતી નથી જેના કારણે જીવલેણ અકસ્માત સર્જાય તેવા ખાડા તે રસ્તા ઉપર પડ્યા છે અને એલ.ઇ. ગ્રાઉન્ડ પાસે મસમોટો ખાડો પડેલો છે અને આ ખાડો ગમે ત્યારે રાત્રિના અંધારાના સમય દરમિયાન કોઈ વાહન લઇને પસાર થતું હોય તો તેના માટે જીવલેણ સાબિત થાય તેવી શક્યતાઓ છે તેમ છતાં પણ પાલિકાના જવાબદાર અધિકારી કે કર્મચારી દ્વારા તે ખાડો બુરવા માટેની કે તે રોડ ઉપર પડી ગયેલા ખાડાઓને બુરવા માટેની કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેથી સ્થાનિક લોકો દ્વારા ખાડો બુરવા માટે મોટા મોટા પથ્થરો તેમાં નાખીને વચ્ચે લોકોને ખબર પડે કે ત્યાં ખાડો છે તે માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હોય તેવો ઘાટ જોવા મળે છે ત્યારે તંત્રની આ ઘોર બેદરકારી સામે તંત્રની આંખ ખોલવા માટે થઈને હવે લોકોએ કયા પ્રકારના વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમ કરવા તે હવે લોકોને પણ સમજાતું નથી કારણ કે અનેક જગ્યાએ આવી બેદરકારીઓ જોવા મળે છે તેમ છતાં પણ પાલિકા તંત્ર જાણે કે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળે છે
