મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધના પગના પંજા ઉપરથી કાર ચાલકે ટાયર ફેરવી દીધું: ઇજાગ્રસ્ત સારવારમાં
SHARE
મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધના પગના પંજા ઉપરથી કાર ચાલકે ટાયર ફેરવી દીધું: ઇજાગ્રસ્ત સારવારમાં
મોરબીમાં અયોધ્યાપુરી મેઇન રોડના ખૂણા પાસે વૃદ્ધ ઉભા હતા ત્યારે ત્યાંથી ઇનોવા ગાડી લઈને નીકળેલા શખ્સે વાહનનો વળાંક લેતા સમયે વૃદ્ધના પગના પંજા ઉપરથી ગાડીનું ટાયર ફેરવી દીધું હતું જેથી તેઓને પંજામાં ફ્રેક્ચર થવાના કારણે વૃદ્ધને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ તેણે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા આવેલ નિધી પાર્ક સોસાયટી બ્લોક નં- 37 માં રહેતા બસીરમિયા અબ્દુલરહેમાન કાદરી (65) નામના વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇનોવા ગાડી નંબર જીજે 36 એએફ 5098 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ પ્રકાશ ઘુઘરા વાળાની દુકાન પાસે ખૂણા ઉપર તેઓ ઉભા હતા ત્યારે આરોપીએ તેના હવાલા વાળી ઇનોવા ગાડીનો વળાંક લેતા સમયે ફરિયાદીના જમણા પગના પંજા ઉપરથી ગાડીનું ટાયર ફેરવી દીધું હતું જેથી કરીને તેને જમણા પગના પંજામાં ફેકચર જેવી ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની ભોગ બનેલા વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે









