મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધના પગના પંજા ઉપરથી કાર ચાલકે ટાયર ફેરવી દીધું: ઇજાગ્રસ્ત સારવારમાં
ટંકારાના સજનપર ગામે આવેલ સરકારી શાળામાં ગણિત-વિજ્ઞાન, પુસ્તક અને રમત ગમતના સાધનોનું પ્રદર્શન યોજાયું
SHARE
ટંકારાના સજનપર ગામે આવેલ સરકારી શાળામાં ગણિત-વિજ્ઞાન, પુસ્તક અને રમત ગમતના સાધનોનું પ્રદર્શન યોજાયું
ટંકારાના સજનપર ગામે આવેલ પી.એમ.શ્રી પ્રાથમિક શાળામાં શાળા કક્ષાએ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને પુસ્તક પ્રદર્શન તેમજ રમત ગમતના સાધનોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
આ તકે ડીડીઓ જે.એસ.પ્રજાપતિ હાજર રહ્યા હતા અને તેમના હસ્તે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું તો નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર, ટંકારા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીવણભાઈ જારીયા, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને બી.આર.સી. કો-ઓર્ડનેટર કલ્પેશભાઈ ફેફર, ટીચર્સ ટ્રેઈનર અને કોઓર્ડીનેટર પ્રવીણભાઈ ભોરણીયા સાથે સી.આર.સી. કો-ઓર્ડનેટર શૈલેષભાઇ સાણજા, તાલુકા શાળાના આચાર્ય નિલેશભાઈ સીણોજીયા તેમજ ગામના સરપંચ વિનોદભાઈ સિણોજીયા અને દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી કેશુભાઈ રૈયાણી, એસએમસીના અધ્યક્ષ લાલજીભાઈ મકવાણા અને ગામના આગેવાનો અને બહોળી સંખ્યામાં વાલીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા જુદી જુદી 62 કૃતિઓ રજુ કરવામાં આવી હતી જેમાં રોકેટ લોન્ચર, ગ્રાસ કટર, રોબોટિક મોડેલ, સોલાર સિસ્ટમ જેવા અનેક વર્કિંગ મોડેલ રજુ કર્યા હતાં તેની સાથે સરકાર તરફથી મળેલ પુસ્તકાલયના વિવિધ પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ગામલોકો અને વાલીઓ જોડાયા હતા અને પોતાના વાંચન માટે પુસ્તકો લઇ ગયા હતાં. આ સાથે સરકાર તરફથી મળેલ રમત-ગમતના સાધનોનું પણ પ્રદર્શન રાખવામાં આવેલ હતું જેમાં આર્ચરી, ક્રિકેટ કિટ, ચેસ, વોલીબોલ,ગોળા, ચક્ર, બરછી લેજીમ વગેરે જેવા સાધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માટે શાળાના શિક્ષિકા દલસાણીયા ડિમ્પલબેનએ તમામ કૃતિઓ તૈયાર કરાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી સાથે સાથે પુસ્તક પ્રદર્શન અને રમત ગમતના સાધનોના પ્રદર્શન માટે શાળાના તમામ શિક્ષકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમના આયોજન બદલ ગ્રામ પંચાયતના સરપંચ વિનોદભાઈ સીણોજીયા અને આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ તમામ શિક્ષકોને અભિનંદન પાઠવેલ હતા.









