મોરબી રાજકોટ હાઇવે ઉપર હોટલ નજીક યુવાને ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં સારવાર હેઠળ
SHARE







મોરબી રાજકોટ હાઇવે ઉપર હોટલ નજીક યુવાને ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં સારવાર હેઠળ
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ હોટલ કમ્ફર્ટ રિસોર્ટ નજીક મોરબીના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને ગંભીર હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટની સામેના ભાગમાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા અનિલભાઈ શાંતિલાલ ગામી (35) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર લજાઈ નજીક આવેલ હોટલ કમ્ફર્ટ રિસોર્ટ પાસે ગત તા. 27/12 ના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી યુવાને ત્યાં કારણસર આ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ કરી છે. જો કે, યુવાન બેભાન હાલતમાં હજુ પણ સારવાર હેઠળ હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે.
મારા મારીમાં ઇજા
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં આકાશ ખરાડી (25) નામના યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
