મોરબી રાજકોટ હાઇવે ઉપર હોટલ નજીક યુવાને ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં સારવાર હેઠળ
મોરબીમાં રહેતી મહિલાએ પોતાના જ પોતાના હાથે છરીથી ચેકા મારી લેતા સારવારમાં
SHARE







મોરબીમાં રહેતી મહિલાએ પોતાના જ પોતાના હાથે છરીથી ચેકા મારી લેતા સારવારમાં
મોરબીમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ રેન બસેરામાં રહેતી મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના હાથ ઉપર છરી વડે છરકા મારી લીધા હતા જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતિ પ્રમાણે મોરબીમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ રેન બસેરામાં રહેતા ભારતીબેન ભરતભાઈ ગોરાળા (22) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના જાતે પોતાના હાથ ઉપર છરી વડે છરકા મારીને ઈજા કરી લીધી હતી જેથી કરીને 108 મારફતે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી.એ. વાઘડીયા ચલાવી રહ્યા છે
યુવાન સારવારમાં
મોરબીના પાનેલી ગામે રહેતો જયદીપભાઇ નંદલાલભાઈ કંઝારીયા (20) નામનો યુવાન રફાળેશ્વર ગામે પોસ્ટના કામે જતો હતો ત્યારે ત્યાં રસ્તામાં એકટીવા અને બોલેરો વચ્ચે અકસ્માત થયો હતો જેમાં તેને ડાબા પગના ભાગે ઇજા થતાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
