મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા માટે જાહેરનામું પ્રસિદ્ધ


SHARE











મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા માટે જાહેરનામું પ્રસિદ્ધ

મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સમાવિષ્ટ હાઇવે, જાહેર માર્ગો, એટીએમ સેન્ટર્સ, બેંકો, મંદિરો, પેટ્રોલ પંપ, સોના-ચાંદી-ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ, બિગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ.પી.જી.-પેટ્રોલ-ડીઝલના પેટ્રોલિયમ કંપનીના સ્ટોરેજ ડેપોના પ્રવેશદ્વાર પર સિકયુરીટી મેનની ફરજ પર વ્યક્તિની નિયુક્તિ કરવા અંગે તેમજ સીસીટીવી કેમેરા લગાવવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર મોરબી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લામાં સમાવિષ્ટ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી-ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બિગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ.પી.જી.-પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના સ્ટોરેજ ડેપોના પ્રવેશદ્વાર પર સિકયુરીટી મેનની ફરજ પર નિયુક્તિ કરવા અંગે તેમજ મુખ્ય પ્રવેશદ્વારો પર તથા બહાર નીકળવાના દ્વાર પર રોડ પરથી પ્રવેશ કરનાર અને બહાર નીકળનારના રોડ સુધીના રેકોર્ડીંગ સ્પષ્ટ રીતે પ્રાપ્ત થઈ શકે તે રીતે રીસેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ, પાર્કિંગની જગ્યાઓ, જાહેર પ્રજા માટે જયાં પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓ આવરી લેવામાં આવે તેટલી સંખ્યામાં સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે.

આ ઉપરાંત હાઈવે પર આવેલા તમામ પેટ્રોલ પંપના ફીલીંગ સ્ટેશન પર, પેટ્રોલ પંપની આજુબાજુમાં આવેલી દુકાનો પર ગાડીના નંબર અને ગાડીના ડ્રાઈવર તથા ડ્રાઈવરની બાજુમાં બેસેલા વ્યકિતઓનું રેર્કોડીંગ થઈ શકે તે રીતે હાઈડેફીનેશનવાળા નાઈટ વિઝન ધરાવતા સી.સી.ટી.વી. કેમેરા રાખવાના રહેશે. તમામ હોટલના ભોજનકક્ષ અને હોટલની આજુબાજુમાં આવેલી દુકાનો પર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ભોજનકક્ષમાં બેઠેલા તમામ વ્યકિતનું રેર્કોડીંગ થઈ શકે તેમજ હોટલમાં આવતી-જતી તમામ વ્યકિતઓનું રેર્કોડીંગ થઈ શકે તે રીતે હાઈ-ડેફીનેશનવાળા નાઈટ વિઝન ધરાવતા સી.સી.ટી.વી. કેમેરા રાખવાના રહેશે.

મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલી દરેક હોટલ, સિનેમાહોલ, મોટા મંદિરો, સાયબર કાફેમાં સારી કવોલીટીના સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે. સી.સી.ટી.વી. કેમેરા સતત ૨૪ કલાક ચાલુ રહે તે જોવાની જવાબદારી જે-તે માલિકો/ વહીવટકર્તાઓની રહેશે. સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા તમામ એકમોએ આગામી તા. ૫ સુધીમાં ઉભી કરવાની રહેશે અને સી.સી.ટી.વી. કેમેરાનું રેર્કોડીંગ ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી રાખવા માટે પણ આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત જિલ્લામાં નવા શરૂ થતાં એકમોએ ઉપરોક્ત વ્યવસ્થા કર્યા બાદ જ કામધંધો શરૂ કરવાનો રહેશે. આ જાહેરનામું આગામી તા. ૨૮/૨ સુધી અમલમાં રહેશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ મોરબી જિલ્લામાં આવેલી સરકારી સંસ્થાઓ, સરકારી કચેરીઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર બનશે. આ ઉપરાંત મોરબી જિલ્લામાં જયારે ગંભીર ઘટનાઓ બને ત્યારે તે સમયના સીસીટીવી ફૂટેજ જે-તે સંસ્થાના માલિકો કે વહીવટકર્તાઓએ પોલીસ તપાસના કામે પોલીસ વિભાગ સિવાય કોઈપણ અનઅધિકૃત વ્યક્તિઓને આપી શકાશે નહીં.






Latest News