મોરબીના ખારચિયા પાસે કારખાનામાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ ત્રણ વર્ષની બાળકીનું મોત
હળવદમાં માતાએ ઠપકો આપતા તરુણે પોતાના ઘરમાં અણધાર્યું પગલું ભર્યું
SHARE







હળવદમાં માતાએ ઠપકો આપતા તરુણે પોતાના ઘરમાં અણધાર્યું પગલું ભર્યું
હળવદમાં સાંદિપની સ્કૂલની પાછળના ભાગમાં આવેલ શ્રીજી સોસાયટીમાં રહેતા તરુણને તેની માતાએ રખડતો હોવાથી ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા ઘરમાં જઈને તેને ઝેરી દવા પી લીધેલ હતી જેથી કરીને તેને ઝેરી અસર થઈ હતી માટે તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતકની માતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદમાં આવેલ સાંદિપની સ્કૂલની પાછળના ભાગમાં શ્રીજીનગર સોસાયટીમાં રહેતા પીન્ટુ ગુમાનસિંહ ધાણક (17) નામના તરુણે પોતે પોતાના ઘરની અંદર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને અસર થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મૃતક પીન્ટુની માતા રાજલીબેન ગુમાનસિંહ ધાણક દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક પીન્ટુ તેના મામા વિક્રમ સાથે કામે મદદમાં જતો ન હોય અને રખડતો હતો જે બાબતે તેની માતાએ તેને ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા તેણે ઘરમાં આવીને ઝેરી દવા પી લીધી હતી અને તે તરુણનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
