મોરબી નજીક કારખાનાના પ્રેસ વિભાગમાં ઉપરથી નીચે પટકતા ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
મોરબીના ખારચિયા પાસે કારખાનામાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ ત્રણ વર્ષની બાળકીનું મોત
SHARE
મોરબીના ખારચિયા પાસે કારખાનામાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ ત્રણ વર્ષની બાળકીનું મોત
મોરબી તાલુકાના ખારચિયા ગામે આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની ત્રણ વર્ષની દીકરી રમતા રમતા પહેલા માળેથી નીચે પડી જતા તેને ઇજા થઇ હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજયું હતુ જેથી આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખારીચીયા ગામ પાસે આવેલ સેવનપંખ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા અકેશભાઈ રાવતની ત્રણ વર્ષની દીકરી રિતિકા રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાતા તેને શરીરે ઇજાઓ થયેલ હતી જેથી કરીને તે બાળકીને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની રાજકોટની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.









