હળવદના ધણાદ ગામે ઝેરી દવા પી ગયેલા યુવાનનું મોરબી સારવારમાં મોત
મોરબીમાં સાસુ સાથે બોલાચાલી-માથાકૂટ થતા ઝેરી દવા પી ગયેલ વહુ સારવારમાં
SHARE







મોરબીમાં સાસુ સાથે બોલાચાલી-માથાકૂટ થતા ઝેરી દવા પી ગયેલ વહુ સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતી પરણીતાને તેના સાસુ સાથે બોલાચાલી અને માથાકૂટ હોવાથી લાગી આવ્યું હતું જેથી તેને ઝેરી દવા પી લીધી હતી ત્યાર બાદ તેને સારવાર માટે પ્રથમ મોરબી અને વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતા નાઝમીનબેન તૈયાબભાઈ અન્સારી (29) નામની મહિલાએ વિજયનગરમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી આ બનાવની પ્રાથમિક તપાસ રાજુભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી અને વધુમાં આ બનાવ અંગે મહિલાના પતિ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેના પત્નીને તેઓની માતા સાથે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી જેથી તે બાબતે તેને લાગી આવતા આ પગલું ભર્યું હતું
યુવાન સારવારમાં
મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સીમ્પોલો સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન કિરણ કાળુભાઈ ડામોર (18) નામના વ્યક્તિનો હાથ મશીનમાં આવી ગયો હતો જેથી તેને કાંડાના ભાગે ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ઝેરી દવા પી લીધી
મોરબીના લખધીપુર રોડ ઉપર આવેલ મેટ્રોસિટી સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો સાહિલ અલીભાઈ (24) નામનો યુવાન લેબર ક્વાર્ટરમાં હતો ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
આધેડ સારવારમાં
મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સોના સિરામિક સામેના ભાગમાં અજાણ્યો 55 વર્ષનો આધે વ્યક્તિ પડી જતા તેને માથાના ભાગે ઇજા થઈ હતી જેથી કરીને 108 ને બોલાવીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
