મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે કાર ચાલકે હડફેટે લેતા એક વર્ષની બાળકીનું મોત
મોરબીની આર્ટ્સ કોલેજમાં લગ્ન ગીતો પારંપરિક રીતે ગવાતા તે અંગેનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીની આર્ટ્સ કોલેજમાં લગ્ન ગીતો પારંપરિક રીતે ગવાતા તે અંગેનો કાર્યક્રમ યોજાયો
મોરબીની શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ એકમ દ્વારા ગાયન અંગેનો એક કાર્યક્રમ રાખવામા આવેલ હતી અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજની પરંપરા જાળવી રાખવા લગ્ન ગીતો પારંપરિક રીતે ગવાતા થાય તે રાખવામાં આવેલ હતો. રાષ્ટ્રીય સેવા યોજનામાં જોડાયેલી સ્વયંસેવિકા બહેનો લગ્ન ગીતો વધુને વધુ શીખે અને ગાતી થાય તે માટે આ કાર્યક્રમમાં સમજાવવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં તાલીમ અને લગ્ન ગીતોની પ્રેક્ટિસ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં લગ્ન ગીતો પર પીએચડી કરનાર કોલેજના પ્રાધ્યાપક ડો. રાજાભાઈ કોડિયાતરે તજજ્ઞ વક્તવ્ય આપેલ હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક સ્વયંસેવક દ્વારા ઓછામાં ઓછું કોઈપણ એક ગાયન રજૂ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમનું આયોજન પ્રોગ્રામ ઓફિસર ડૉ. રામ વારોતરિયા તથા ડૉ. કવિતાબા ઝાલા દ્વારા કરવામાં આયુ હતું.









