મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે સાંસદ મોહનભાઇએ ડો.બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનુ ઉદધાટન કર્યુ


SHARE

















મોરબીના લાલપર ગામે સાંસદ મોહનભાઇએ ડો.બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનુ ઉદધાટન કર્યુ

મોરબી તાલુકાના લાલપર ગામે સાસંદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે ડો.બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનુ ઉદધાટન કરાયું હતુ.

મોરબીના લાલપર ગામે સાસંદ સભ્ય મોહનભાઇની ગ્રાન્ટમાંથી રૂા.પાંચ લાખના ખર્ચે કોમ્યુનિટી હોલનું નિર્માણ પુર્ણ થતા સાસંદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે લોકાર્પણ કરાયું તથા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ પુ્ષ્પમાળા પહેરાવી કરવામા આવ્યુ હતુ આ તકે સાસંદ મોહનભાઇએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા બંધારણના ધડવૈયા બાબાસાહેબની સ્મૃર્તિ માટે ભારતમાં જુદીજુદી જગ્યાઓને પંચતિર્થ તરીકે વિકસાવવામાં આવશે તથા ડો.બાબાસાહેબ આંબેડકરના જીવનમાંથી બોધ લઇ તેમના સિધ્ધાંતોને આપણા જીવનમાં ઉતારીએ એવી અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં હીરાભાઇ ટમારીયા ચેરમેન આરોગ્ય સમિતિ જીલ્લા પંચાયત તથા અરવિંદભાઇ વાસદડીયા પ્રમુખ મોરબી તાલુકા ભાજપ,.જેઠાભાઇ પારેધી, નિલેશ જેતપરીયા પ્રમુખ સિરામિક એશોસિયન, કાનજીભાઇ ચાવડા, વિક્રમસિંહ ઝાલા, હંસાબેન ગોરધનભાઇ સોલંકી ચેરમેન તા.પંચાયત, ગોપાલભાઇ સોલંકી, સરપંચ શારદાબેન રમેશભાઇ વાંસદડીયા, લાલજીભાઇ સોલંકી  સહિતના મહાનુભાવો જોડાયા હતા.કાર્યક્રમનુ સંચાલન કનુભાઇ ચૌહાણે કર્યુ તથા કાર્યક્રમના આયોજક ડુંગર ભગત, સંજય સોલંકીની ટીમ દ્વારા તમામ મહેમાનોનો આભાર માનવામા આવ્યો હતો.




Latest News