મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના હિરાપર ગામે જેક ચડાવતા સમયે બંધ ટ્રકને કન્ટેનર ચાલકે હડફેટ લેતા સર્જાયો અકસ્માત


SHARE

















 

મોરબીના હિરાપર ગામે જેક ચડાવતા સમયે બંધ ટ્રકને કન્ટેનર ચાલકે હડફેટ લેતા સર્જાયો અકસ્માત

મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારાના હિરાપર ગામ નજીક ટ્રકમાં ભડાકો થઈ ગયો હોવાથી ટાયર બદલવા માટે જેક લગાવીને ડ્રાઇવર કામ કરી રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલા કન્ટેનરના ચાલકે પોતાનું વાહન બેફીકરાઈથી ચલાવીને ટ્રકને પાછળથી ધક્કો માર્યો હતો જેથી કરીને જેક છટકી જવાના કારણે ટ્રક ડ્રાઇવરના બંને પગ ઉપર ટ્રકનો ધરો પડતા દબાઈ જવાથી યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને હાલમાં ઇજાગ્રસ્ત ડ્રાઈવર દ્વારા કન્ટેનરના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા ટંકારા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કોર્ટની પાછળના ભાગમાં રહેતા ગોગાભાઈ નાજાભાઈ કોડીયાતર જાતે રબારી (ઉંમર ૩૬) એ હાલમાં કન્ટેનર ટ્રક નંબર જીજે ૧૨ બીડબલ્યુ ૩૫૯૫ ના ચાલકની સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે, થોડા સમય પહેલાં તા.૧૦-૧૧ ના રાતના બે વાગ્યાના અરસામાં તેઓ મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા તાલુકાના હિરાપર ગામના પાટિયા પાસેથી જતા હતા ત્યારે તેઓના ટ્રક નંબર જીજે ૩૬ ટી ૪૩૪૮ માં આગળના ટાયરમાં ભડાકો થઈ ગયો હતો જેથી કરીને તેઓ જેક લગાવીને ટાયર બદલવા માટેની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ઉપરોકત નંબરની ટ્રક કંટેનરના ચાલકે પોતાનું વાહન બેફીકરાઈથી ચલાવીને તેનું કનટેનર તેમના ટ્રકની પાછળ ટક્કર મારી હતી જેથી કરીને જેક છટકી ગયો હતો અને તેમના (ગોગાભાઇના) બંને પગ ઉપર સાથળના ભાગે ટ્રકના ધરાનો ભાગ પડતા બંને પગ દબાઇ જવાના કારણે તેમને ફેકચર જેવી ગંભીર ઈજાઓ થઈ હતી માટે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સમાધાનની વાત ચાલતી હતી જેમા સમાધાન ન થતા ગઇકાલે ભોગ બનેલા ગોગાભાઇ રબારીએ ફરિયાદ કન્ટેનર ચાલક સામે ફરીયાદ નોંધાવતા ટંકારા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વીસીપરામાં કુલીનગર વિસ્તારમાં શેરી નંબર-૨ માં રહેતો રફીક રમજાનભાઈ બોરસંધીયા નામનો ૧૬ વર્ષીય યુવાન બાઇક લઇને જતો હતો તે દરમિયાનમાં બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા રફીકને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ જવાયો હતો.મોરબીના નવલખી રોડ ઉપર ખાખરાડા ગામ પાસેથી બાઈક લઈને જઈ રહેલા સૌરવ પ્રવીણભાઈ રાજપૂત (ઉંમર ૨૨) રહે.રણછોડનગર સેન્ટમેરી સ્કૂલ પાસે વાળાના બાઇકને અન્ય બાઇક ચાલકે હડફેટમાં લેતા સર્જાયેલા વાહન અકસ્માતમાં ઇજાઓ થવાથી સૌરવ રાજપૂતને સારવારમાં ખસેડાયો હતો.

 



Latest News