મોરબીના નારણકા ગામે ૧૯ મીએ પૃથ્વીરાજ ચૌહાણ નાટક અને કોમિક ભજવાશે
મોરબીના જુના નાગડાવાસ ગામે ઘાર્મિક ઉપાસનાની સાથોસાથ સામાજિક ચેતના પ્રસરાવતી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાય
SHARE









મોરબીના જુના નાગડાવાસ ગામે ઘાર્મિક ઉપાસનાની સાથોસાથ સામાજિક ચેતના પ્રસરાવતી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાય
મોરબીના જુના નાગડાવાસ ખાતે ઘાર્મિક ઉપાસનાની સાથોસાથ સામાજિક ચેતનાની પ્રસરાવતી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાય હતી.
મોરબીના જુના નાગડાવાસ ગામમાં સ્વ.જયદીપ ઉગાભાઇ ચાવડાના સ્મરણાર્થે ચાવડા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં કથાનું રસપાન પ્રસિધ્ધ ભાગવત કથાકાર લાલજી મહારાજ કરાવી રહ્યાં છે.શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ધાર્મિક ઉપાસનાની સાથોસાથ સામાજિક ચેતનાના કાર્યો પણ હાથ ધરવામાં આવેલ.ચાવડા પરિવાર દ્વારા આયોજિત આ સપ્તાહમાં વિવિધ સામાજીક ઉત્થાનના કાર્યો પણ હાથ ધરવામાં આવેલ છે.
જેમાં પર્યાવરણના રક્ષણ માટે શ્રી કૄષ્ણ ભગવાનના પ્રિય એવાં કદમ્બનાં ૩૦૦ તથા અન્ય ૭૦૦ રોપા સાથે કુલ ૧૦૦૦ રોપાનું વિતરણ કરવામાં આવેલ.વ્યસનમુક્તિના પ્રચારાર્થે સંકલ્પ કેન્દ્ર રાખવામાં આવેલ જેમાં વિવિધ ૩૦ સંકલ્પો રાખવામાં આવેલ.કથાપાન કરવા આવતાં ભાવિક ભક્તો દ્વારા અનેક સંકલ્પો કરવામાં આવેલ અને લુપ્ત થતી ચકલીની પ્રજાતિના સંરક્ષણ માટે ચકલીના માળા 'પક્ષીઘર'નું પણ બધાંને અહિંથી વિતરણ કરવામાં આવેલ.લોકોના સ્વાસ્થ્યની જાળવણી માટે ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જુના નાગડાવાસ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા મેડીકલ ચેકઅપ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ રોગોનું નિદાન કરી વિનામૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવેલ.
સ્વ.જયદીપ ચાવડા દ્વારા સ્થાપિત "બંસી યુવા ગ્રુપ નાગડાવાસ" દ્વારા "જયુ હાટ-માનવતાની દીવાલ" રચી માનવતાનુ શ્રેષ્ઠ કાર્ય હાથ ધરવામાં આવેલ.જેમાં જરુરિયાતમંદ લોકો માટે વસ્ત્રો એકત્રીત કરી તે વસ્ત્રોને જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. સપ્તાહના યજમાન ચાવડા પરીવાર દ્વારા જુના નાગડાવાસ તથા નવા નાગડાવાસની બાળાઓને સોનાના દાણાનું દાન કરવામાં આવ્યુ હતુ.આમ નાગડાવાસ ગામે ધાર્મિક ઉપાસનાની સાથેસાથે સામાજિક ચેતનાનું કેન્દ્ર બની ખરાં અર્થમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ યથાર્થ બની હતી.
