મોરબીમાં ૧૯ ડીસેમ્બરના રોજ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાશે
SHARE









મોરબીમાં ૧૯ ડીસેમ્બરના રોજ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાશે
ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા મોરબીના ઓગણીસ ડીસેમ્બરના રોજ “ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજવામાં આવશે.
મોરબીની એક રજીસ્ટર સરકાર માન્ય સંસ્થા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા તેર વરસ થી મોરબીમાં “ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરે છે ” સમગ્ર ગુજરાતમાંથી આ હરિફાઇમાં ભાગ લેવા સ્પર્ધકો આવે છે આ સ્પર્ધામાં પાંચ વર્ષથી સાંઇઠ વરસ સુધીની કોઇપણ વ્યકિત ભાગ લઇ શકે છે દરેક સ્પર્ધકને શીલ્ડ તથા સર્ટિફીકેટ આપવામાં આવે છે નંબર પ્રાપ્ત કરનારને અલગ શીલ્ડ આપવામાં આવે છે તમામ સ્પર્ધકો તથા તેની સાથે આવનાર વ્યકિતને જમવાની સગવડતા સંસ્થા તરફથી ફ્રી માં કરવામાં આવે છે . આ ડાન્સ કોમ્પીટીશન ના સ્પર્ધકોને શુભેચ્છા આપવા માટે ગુજરાત ફિમલ્મ અને ટી.વી. કલાકારો ઉપસ્થીત રહે છે . ‘ ‘ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન ને ” નિહાળવા માટે મોરબીની પ્રજા આતુર હોય છે . પ્રજાના આતુરતાનો અંત તારીખ ૧૯ - ડીસેમ્બર ૨૦૨૧ ને રવિવાર દશાશ્રી માળી વણિક ભોજન શાળામાં ડાન્સ કોમ્પીટીશન યોજવામાં આવે છે . અને તે જોવા માટે પ્રજાને આમંત્રણ પાઠવવામાં આવે છે . વધારે માહીતી માટે સંપર્ક કરો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝર પ્રતિકભાઇ મંડિર મોબાઇલ નં.૬૫૬૨ ૬૨૬૨૫ છે.
