માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી-રાજકોટની આઇટી કંપનીનું ડોમેઈન હેક કરી કંપનીની વેબસાઈટ રૂા.૩ કરોડમાં વેચવા કાઢનાર મોરબીનો ઇસમ પોલીસ ગીરફતમાં


SHARE

















મોરબી-રાજકોટની આઇટી કંપનીનું ડોમેઈન હેક કરી કંપનીની વેબસાઈટ રૂા.૩ કરોડમાં વેચવા કાઢનાર મોરબીનો ઇસમ પોલીસ ગીરફતમાં


સાયબર ક્રાઇમના બનાવમાં પોલીસના ચારેક માસની જહેમત બાદ હેકરને દબોચ્યો


સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા માન્ય મોરબીની પ્રખ્યાત લાઈટલીંન્ક સોલ્યુશન્સ કંપની હેઠળની ટાઇલ્સવાલે વેબસાઈટનું ડોમેઈન હેક કરનાર ઇસમની સાયબર પોલીસમાં એફ.આઈ.આર. દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.આશરે ચારેક મહિના પહેલા કંપનીનું મેઈલ આઈડી તપાસતા જાણવા મળ્યું હતુ કે કંપનીની વેબસાઈટના ૬ ડોમેઈન કોઈ શખ્સે હેક કર્યા છે અને તે છએય ડોમેઇનને તે વ્યક્તિએ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને કંપનીની જાણ બહાર તેના બધા ડોમેઈનને રૂા.૩ કરોડમાં વેચવા પણ મુક્યા હતા..! હેકરને પકડવા માટે કંપનીએ ગો ડેડી ડોમેઈન પ્રોવાઇડર કંપનીના મેનેજમેન્ટ સુધી પહોંચીને અંતે ફરીયાદ કરતા પોલીસે મોરબીના ભેજાબાજ ઇસમની ધરપકડ કરેલ છે.

મોરબીના દિવ્યેશ જેન્તીભાઈ ગામી નામના ઇસમે આ કારસ્તાન આચર્યુ હોવાનું સામે આવ્યું છે. એસીપી પલસાણાના માર્ગદર્શન અને પીઆઈ ડોડીયા તેમજ સાયબર પોલીસની ટીમે ૪ માસ અથાગ મહેનત કરીને સાઇબર ક્રાઇમ કરનાર મોરબીના દિવ્યેશ ગામીને પકડી પાડયો હતો. તેની સામે કલમ ૬૬ સી-૬૬ ડી હેઠળ લાઈટલીંન્ક સોલ્યુશન નામની કંપનીના પ્રાઇવસી ભંગના ગુના બદલ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આરોપી દિવ્યેશ ગામીએ "ટાઇલ્સવાલે" કંપનીનું નામ બદનામ કરવાની સાથે નાણાંકીય રીતે પણ છેતરપીંડી કરવાનો પ્રયાસ કરતાં અંતે તેની ધરપકડ કરવામાં આવી છે.

વધુમાં સાયબર પોલીસ સ્ટેશન રાજકોટથી મળતી વિગતો મુજબ રાજકોટ ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર ધ સ્પાયર બિલ્ડિંગમાં લાઇટ લિંક સોલ્યુશન્સ નામની આઇટી કંપની કેજે મોરબી તેમજ રાજકોટ ખાતે વેબસાઇટ ડીઝાઇનીંગ અને મોબાઇલ એપ ડેવલોપમેન્ટનુ કામ કરે છે તે પૈકીના આનંદકુમાર હેમંતલાલ ભોરણીયાના ગો-ડેડી એકાઉન્ટમાંથી priyarav57@gmail.com નામના ગો-ડેડી એકાઉન્ટ આઇ.ડી નં.૪૧૩૮૦૬૧૧૩ દ્વારા કંપનીના નામે ડોમેઈન થયેલા tilesview.comtileswale.comtileswalestore.comtilewale.usitileswale.in અને itileswale.com હેક કરી ઓનલાઈન વેચાણ માટે મુકાયા હોવાનું જણાતા તેઓ ચોકી ઉઠ્યા હતા.તેથી આનંદકુમાર હેમંતલાલ ભોરણીયાએ તપાસ કરતા તેમના ગો-ડેડી આઇડીને હેક કરનાર વ્યક્તિ મોરબીનો જ હોવાનું ખુલ્યું હતું જેથી આંનદકુમારે રાજકોટ સાયબર પોલીસ મથકે દિવ્યેશ જેન્તીભાઇ ગામી રહે.મોરબી રવાપર રોડ ઓમ પાર્ટી પ્લોટ પાછળ સંસ્કાર એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ૬૦૨ સામે ફરિયાદ નોંધાવી હોય રાજકોટ સાયબર પોલીસે આરોપી દિવ્યેશ ગામી વિરુદ્ધ આઇ.ટી એકટ ૨૦૦૦ ની કલમ ૬૬(સી),૬૬(ડી) મુજબ ખોટા રજીસ્ટર્ડ મો.નં.૯૦૯૯૦૯૯૨૨ થી તથા મેઇલ આઇ.ડી. હેક કરી ડોમેઇન તફડાવી ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચવા મુકી લાઇટ લિંક સોલ્યુશન્સ નામની આઇટી કંપનીની પ્રાઇવેસીનો ભંગ કરવા સબબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.




Latest News