મોરબીમાં કરવામાં આવેલ 15.98 લાખની ઠગાઇના ગુનામાં રિકવર કરવામાં આવેલ 10.50 લાખ મૂળ મલીકને પરત કરાયા
મોરબીના નવલખી રોડનું કામ 7 દિવસમાં શરૂ ન થાય તો આંદોલન: વિપક્ષના નેતાની ચીમકી
SHARE
મોરબીના નવલખી રોડનું કામ 7 દિવસમાં શરૂ ન થાય તો આંદોલન: વિપક્ષના નેતાની ચીમકી
મોરબીનો નવલખી રોડ દયનીય હાલતમાં છે અને ખાડાના લીધે રોજિંદા અકસ્માતો થાય છે જેથી કરીને મોરબી તાલુકા પંચાયતના વિપક્ષના નેતા અલ્પેશ કોઠીયાની આગેવાની હેઠળ માર્ગ મકાન વિભાગ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને ભંગાર રોડ રીપેર કરવા માટે 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.
મોરબી તાલુકા પંચાયતના વિપક્ષના નેતા અલ્પેશ કોઠીયાએ હાલમાં લેખિતમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, નવલખી રોડ ઉપર દરરોજના હજાર વાહનો પસાર થાય છે અને ખાસ કરીને ઓવર લોડ વાહનો વધુ પસાર થાય છે જેથી કરીને રોડમાં ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે અને ડામરને શોધવો પડે તેવી સ્થિતિ છે અને નાના વાહન ચાલકો તો ઠીક પરંતુ ટ્રક અને ડમ્પર જેવા વાહનના ચાલકો પણ રોડના ખાડા તારવવા માટેનો પ્રયાસ કરે છે જેના લીધે ઘણી વખત નાના મોટા અકસ્માતો થાય છે અને તેમાં ઘણા નિર્દોષ લોકોના જીવ પણ જાય છે. જેથી આ ઉબડ ક્જાબ્દ રોડને રીપેર કરવા માટે તંત્રને 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે જો કામ નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જો કે, માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશભાઇ આદ્રોજાએ જણાવ્યું હતું કે, ડામરની અછત હોવાથી હાલમાં કામ બંધ હતું જો કે, 10 થી 15 દિવસમાં પેચવર્કનું કામ પૂર્ણ કરી નાખવામાં આવશે. અંતમાં અલ્પેશ કોઠીયાએ જણાવ્યું છે કે, આ રોડ ઉપરથી ઓવરલોડ ડમ્પર દોડે છે તેમજ રેતી ચોરીની ગાડીઓ પણ બેફામ દોડતી હોય છે આ ઓવરલોડ વાહનો કેમ આરટીઓના અધિકારીઓને દેખાતા નથી તે પણ સૌથી મોટો સવાલ છે. જો ઓવરલોડ વાહનો અને રેતી ચોરી કરતાં વાહનો ઉપર રોક નહીં લગાવવામાં આવે તો આગામી દિવસોમાં ગ્રામજનોને સાથે રાખીને રસ્તારોકો આંદોલન તેમજ જનતા રેડ કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.