મોરબી મહાપાલિકા રહી રહીને જાગી !: 139 સ્ટોલ ધારકોને ફટકાર્યો દંડ
SHARE









મોરબી મહાપાલિકા રહી રહીને જાગી !: 139 સ્ટોલ ધારકોને ફટકાર્યો દંડ
મોરબીને મહાપાલિકા વિસ્તારમાં કોઈ પણ મંજૂરી વગર આડેધડ પતંગના સ્ટોલ રોડ ઉપર નાખી દેવામાં આવેલ હતા અને છેલ્લા ઘણા દિવસોથી ત્યાં વેપાર પણ કરવામાં આવતો હતો ત્યારે તે સ્ટોલને હટાવવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને મકરસંક્રાંતિના આગળના દિવસે મહાપાલિકાની ટિમ સફાળી જાગી હતી અને મંજૂરી વગર આડેધડ સ્ટોલ ઊભા કરનારાઓની પાસેથી દંડ લેવામાં આવેલ હતો જેની માહિતી આપતા મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ જણાવ્યુ હતું કે, શહેરના જુદાજુદા વિસ્તારમાં 250 થી વધુ સ્ટોલની મુલાકાત મહાપાલિકાની ટીમે લીધેલ હતી ત્યારે 139 સ્ટોલ મંજુરી વગરના હોવાનું સામે આવ્યું હતુ જેથી કરીને તેની પાસેથી 3.76 લાખનો દંડ લેવામાં આવેલ હતો. જો કે, મકરસંક્રાંતિના આગળના દિવસે મહાપાલિકાએ કામગીરી કરેલ હોવાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે કેમ કે, છેલ્લા દિવસોમાં આ ગેરકાયદે સ્ટોલના લીધે ટ્રાફિક ગંદકી સહિતના પ્રશ્નો હતા અને તેના લીધે વાહન ચાલકો અને નગરજનો હેરાન હતા જો કે, મહાપાલિકાની ટિમ કોઈ કામ કરતી ન હતી. પરંતુ હાલમાં જે છેલ્લી ઘડીએ કામ કર્યું છે તેવી કામગીરી હવે કોઈ પણ તહેવાર સમયે પહેલાથી જ કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે.
