હળવદના મયુરનગર ગામે હથિયાર અને બોટલ સાથે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મુકનાર શખ્સ સામે ગુનો નોંધાયો
SHARE
હળવદના મયુરનગર ગામે હથિયાર અને બોટલ સાથે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મુકનાર શખ્સ સામે ગુનો નોંધાયો
સોશિયલ મીડિયામાં અવારનવાર વાંધાજનક કહી શકાય તેવા વીડિયો મુકવામાં આવતા હોય છે તેવામાં તાજેતરમાં હળવદ તાલુકાના મયુર નગર ગામે રહેતા શખ્સે હથિયાર અને હાથમાં બિયરના ટીનની બોટલો હોય તે પ્રકારનો વિડીયો ઇન્સેટાગ્રામમાં મૂક્યો હતો જે પોલીસને ધ્યાન ઉપર આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા જયદીપ દિનેશભાઈ ડાભી નામના શખ્સે જાહેરમાં પોતાના હાથમાં લોખંડનું ધારીયુ અને તલવાર જેવા હથિયાર તથા બિયરના ટીનની બોટલ રાખીને નાચતો હોય અને બીભત્સ ગાળો બોલતો હોય તેઓ વિડિયો ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ ઉપર મૂક્યો હતો જે પોલીસને ધ્યાન ઉપર આવતા પોલીસે હાલમાં જયદીપ ડાભી સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે