મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં કોલસાના ઢગલા આડેનું પાર્ટીશન તુટતા કોલસા નીચે દટાઈ જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત


SHARE

















મોરબી નજીક કારખાનામાં કોલસાના ઢગલા આડેનું પાર્ટીશન તુટતા કોલસા નીચે દટાઈ જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ દાદા કોલ નામના કારખાનામાં કોલસાનો ઢગલો કરેલો હતો અને ત્યાં પાર્ટીશન લગાવવામાં આવ્યું હતું તે પાર્ટીશન તૂટી જતા કોલસો બાજુમાં આવેલ મજુરની ઓરડી ઉપર પડ્યો હતો ત્યાં સિમેન્ટનું પતરું તૂટીને કોલસો ઓરડીની અંદર પડતા કોલસા નીચે દોઢ વર્ષની બાળકી દટાઈ ગઈ હતી જેથી કરીને ગુંગણામણથી તે બાળકીનું મોતની નિપજયુહતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારે આ બનાવની મૃતક બાળકીના પિતાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી માળિયા હાઇવે રોડ ટ્રાવેલ ટીંબડી ગામના પાટીયા પાસે ઓસીસ સીરામીક સામે દાદા કોલ એલએલપી નામના કારખાના ની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા ચેનસિંહ બદીયા પરમાર (22) નામના યુવાનની દોઢ વર્ષની દીકરી યોગીતા તેના લેબર કવાર્ટરમાં હતી ત્યારે તેઓના લેબર ક્વાર્ટરની બાજુમાં કોલસાનો ઢગલો કરેલ હતો અને ત્યાં લગાવવામાં આવેલ પાર્ટીશન અચાનક તુટ્યું હતું જેથી કરીને કોલસો ચૈનસિંહ પરમારની ઓરડી ઉપર પડ્યો હતો અને ત્યારે તેમની ઓરડી ઉપર મુકેલ સિમેન્ટનું પતરું તૂટવાના કારણે કોલસો સીધો ઓરડીમાં પડતા તે કોલસા નીચે યોગીતા દબાઈ ગઈ હતી જેથી કરીને કારણે તેનું ગુંગણામણથી મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતકના પિતાએ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અચાનક બેભાન થઈ ગયેલા યુવાનનું મોત

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે આવેલ સનલેસ સીરામીક કારખાનામાં રહેતો અને ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો રાકેશ પ્રયાગરાજ (45) નામનો યુવાન સિક્યુરિટી ની રૂમમાં જમતો હતો ત્યારે અચાનક જમતા જમતા તે બેભાન થઈ ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News