મોરબી જીલ્લામાં ઘાયલ થયેલા 100 થી વધુ પક્ષીઓમાંથી 20 જેટલા પક્ષીઓના મોત: મહિકા પાસે પતંગની દોરીથી ઘાયલ થયેલ યુવાન સારવારમાં હળવદના મયુરનગર ગામે હથિયાર અને બોટલ સાથે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મુકનાર શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં કોલસાના ઢગલા આડેનું પાર્ટીશન તુટતા કોલસા નીચે દટાઈ જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત મોરબીમાં લોનનો હપ્તો ભરવાના ટેન્શનમાં એસીડ પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના રંગપર અને વાંકાનેરના માટેલ ગામ નજીક દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એક ની શોધખોળ મોરબીમાં નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલમાં હેલ્ધી બેબી કોમપિટિશન અને કીડ્સ કાર્નિવલ યોજાયો મોરબીમાં એબીવીપીના નવ નિયુકત કાર્યકર્તાઓનું સ્વાગત કરાયું મોરબી શહેર યુવા ભાજપની ટિમ દ્વારા પતંગ, દોરા, ચીકી અને શેરડીનું બાળકોને કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ઘાયલ થયેલા 100 થી વધુ પક્ષીઓમાંથી 20 જેટલા પક્ષીઓના મોત: મહિકા પાસે પતંગની દોરીથી ઘાયલ થયેલ યુવાન સારવારમાં


SHARE











મોરબી જિલ્લામાં મકરસંક્રાંતિના દિવસે પતંગ દોરાના કારણે અંદાજે 100 થી વધુ પક્ષીઓ ઘાયલ થયો હોવાથી તેને સારવાર માટે સરકારી તથા ખાનગી સેન્ટરો ઉપર લઈ જવામાં આવ્યા હતા જેમાંથી 20 થી વધુ પક્ષીઓના મોત થયા છે અને વાંકાનેર તાલુકાના મહીકા ગામ પાસેથી બાઈક લઈને પસાર થયેલા યુવાનના ગળાના ભાગે દોરી વડે ગંભીર ઇજા થઈ હોવાથી 108 માં તેને સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા છે

મકરસંક્રાંતિના દિવસે ખુલ્લા આકાશમાં પતંગો ચગાવીને તેમજ એકમેકની પતંગો કાપીને લોકો આનંદ મેળવતા હોય છે ત્યારે પતંગની દોરીઓના કારણે ઘણી વખત જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે અને અગાઉ પતંગની દોરીને કારણે જુદી જુદી જગ્યા ઉપર કેટલાક લોકોના મોત નિપજ્યા છે તેવી ઘટનાઓ પણ બની ચૂકી છે તેમ છતાં પણ ચાઈનીઝ દોરી સહિતની ઘાતક કહી શકાય તેવી દોરીઓનો ઉપયોગ કરવાનુ પતંગ બાજો ટાળતા નથી તે હકીકત છે.

તેવામાં આજે મોરબી જિલ્લામાં જુદી જુદી જગ્યાઓ ઉપર અબોલ જીવ પતંગની દોરીથી ઘાયલ થાય તો તેને સારવાર આપવા માટે થઈને સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી જેમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર તેમજ કરુણા હેલ્પલાઇન અંતર્ગત અબોલ જીવની સારવાર કરવામાં આવી રહી હતી ત્યારે સવારથી લઈને મોડી સાંજ સુધીમાં મોરબી જિલ્લામાં કુલ મળીને 100 થી વધુ પક્ષીઓ ઘાયલ થયા હોવાના કારણે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકીના 20 જેટલા પક્ષીઓના મોત નિપજ્યા છે.

વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના સજનપર ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પારસિંગ મનજીભાઈ નામનો યુવાન બાઈક લઈને સજનપર ગામથી ચોટીલા જઈ રહ્યો હતો દરમ્યાન વાંકાનેરના મહીકા ગામ પાસે તેના ગળાના ભાગ ઉપર પતંગનો દોરો ફસાયો હતો જેના કારણે તેને ગળાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારબાદ તે ઈજાગ્રસ્ત યુવાનને 108 મારફતે સારવાર આપી હતી અને વધુ સારવાર માટે તેને મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા છે






Latest News