મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ શૈક્ષિણક સંકુલ ખાતે કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયુ


SHARE







મોરબીના નવયુગ શૈક્ષિણક સંકુલ ખાતે કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયુ

મોરબીના ખ્યાતનામ શિક્ષણવિદ અને KG To PG ના વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં પ્રચંડ લોકપ્રિયતા, લાગણી અને પ્રેમ ધરાવતા પી.ડી. કાંજીયા કે જેમની કરિયરની શરૂઆત કરી ત્યારે 1992 થી 1995 ત્રણ વર્ષ સુધી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવનના ગૃહપતિ તરીકે સેવા આપી હતી. અને આજે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો છે પી.ડી. કાંજીયા. એ વખતના વિદ્યાર્થીઓ આજે 32 વર્ષે પણ એની સાથે લાગણીથી જોડાયેલ છે જેથી કરીને પૂર્વ વિદ્યાર્થીઓ અને એમને ભણાવતા મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી માધ્યમિક વિદ્યાલયના શિક્ષકોને સંકુલે આમંત્રિત કર્યા હતા. અને 32 વર્ષે પણ સ્વાર્થ વિના દૂર દૂરથી વિદ્યાર્થીઓ પોતાના વ્યવસાય અને રજાના દિવસે ત્યાં આવ્યા હતા

આ સ્નેહમિલનમાં અંદાજે 300 થી વધારે વિદ્યાર્થીઓ નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે મળ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ગુરુજનો અને પી. ડી.કાંજિયા સાહેબનું ભૂતપૂર્વ સૌ વિદ્યાર્થીઓએ સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. ત્યાર બાદ હાજર રહેલા પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાનો પરિચય આપ્યો હતો અને જૂની યાદો વાગોડીને હતી તેમજ પેટ ભરીને હસાવ્યા હતા આ તકે બધાએ ખૂબ આનંદ કર્યો હતો અને સાથે નાચ્યાં, કુદીયા હતા અને ગ્રુપ ફોટો પણ લીધા હતા. પાટીદાર સમાજના સ્વ.લક્ષ્મણ બાપા, સ્વ. જયરાજ બાપા, સ્વ.કાનજી બાપા, સ્વ. ડૉ.આંબાલાલ બાપા, સ્વ. ઓ.આર.પટેલ, સ્વ. જીવરાજબાપા વિરપરિયા અને  સ્વર્ગસ્થ શિક્ષક સદાતીયાભાઈને શ્રદ્ધા સુમન અર્પી અને એની યાદો તાજી કરી હતી. આ કાર્યક્રમમાં તે વખતના વિદ્યાર્થીઓના ગૃહપતિ પ્રાણજીવનભાઈ ઉર્ફ પી.ડી. કાંજીયા અને શિક્ષકોમાં સાણંદિયાભાઈ, અંદરપાભાઈ, હળવદિયાભાઈ, રાંકજાભાઈ હાજર રહ્યા હતા. મોરબીન જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ નિલેશ કુંડારીયા અને સીરામીક એસો.ના પ્રમુખ હરેશ બપોલિયા પણ જે તે સમયે કાંજીયા સાહેબના વિદ્યાર્થીઓ હોય તે આકસ્મિક કારણોસર કામ આવી જતા હાજર રહી શક્યા ન હતા. આ કાર્યક્રમનું સંચાલન પૂર્વ વિદ્યાર્થી અને રાજ્ય પારિતોષિક એવોર્ડ વિજેતા શિક્ષક હર્ષદભાઈ મારવણીયાએ કર્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનવવા અશોક સદાતિયાં, પ્રફુલ ચંદ્રાલા, દેવેન્દ્ર ભોજાણી, રાજેશ ફુલતારીયા અને રોહિત અગોલાએ જહેમત ઉઠાવી હતી






Latest News