મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટરથી શરૂ થયેલ સિદ્ધ સમાધી યોગ SSY શિબિર દ્વારકા ખાતે સંપન્ન
SHARE
મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટરથી શરૂ થયેલ સિદ્ધ સમાધી યોગ SSY શિબિર દ્વારકા ખાતે સંપન્ન
મોરબીમાં ઋષિ સંસ્કૃતિ અને ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ ચૌદ દિવસીય શિબિરનું આયોજન થયું હતું જેમાં જીવનને પૂર્ણ કળાએ ખિલવવા અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી સમજાવવામાં આવી હતી. પંચકોષ શુદ્ધિકરણ, પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે S.S.Y. ના નામે પ્રચલિત છે, SSY ની શિબિરથી હઠીલા રોગોમાં રાહત થાય છે, યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે. મોરબીના જાણીતા યોગ ટીચરના માર્ગદર્શન હેઠળ યોગાશન, પ્રાણાયામ, ધ્યાનનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. મોરબીમાં સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે દશ દિવસની શિબિર અને ચાર દિવસ પ્રકૃતિની ગોદમાં એમ 14 દિવસીય શિબિરનું આયોજન કર્યું હતું. આ શિબિરમાં જીવન જીવવાની સાચી રીતેનું ભાથું પ્રાપ્ત કરવા 150 જેટલા સાધકો અને વોલિયન્ટર ભાઈઓ અને બહેનો શિબિરમાં જોડાયા હતા અને મોરબી ખાતેની આ એસએસવાય ની 93 મી શિબિરનું સમાપન દ્વારકા ખાતેની આંબા ભગતની વાડીએ થયું હતું,