મોરબીમાં છેલ્લા ત્રણ માસથી નિરાધાર, વિકલાંગ અને વિધવાઓ માસિક પેન્શનથી વંચીત, રજૂઆત
વાંકાનેરમાં ડીવાઇડરમાંથી બાઈક કાઢતા સમયે પડી જતા આધેડનું મોત
SHARE
વાંકાનેરમાં ડીવાઇડરમાંથી બાઈક કાઢતા સમયે પડી જતા આધેડનું મોત
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ચંદ્રપુર ગામની પાસે હાઇવેના તૂટેલા ડિવાઈડરમાંથી બાઈક કાઢીને રોડ ક્રોસ કરવા જતાં સમયે પડી જતા માથામાં થયેલ ગંભીર ઇજાઓના લીધે આધેડનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહીતી મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા હસનભાઈ રસુલભાઈ ખલીફા (ઉમર ૫૦) નામના આધેડ તેમના પુત્રને મૂકવા માટે ચંદ્રપુર તરફ જવા નિકડયા હતા ત્યારે હાઇવે ઉપરના તૂટેલા ડિવાઈડરમાંથી તેઓએ બાઈક કાઢીને રોડ ક્રોસ કરવા જતા બાઇકમાંથી પડી જતા હેમરેજ જેવી ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પુત્ર મુનાફભાઈ હસનભાઈ ખલીફાએ મૃતકની સામે બેદરકારીથી વાહન હંકારવા સબબ ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક હસનભાઈ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.