મોરબીની તિર્થક પેપરમિલના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા તેમજ ડબલ રકમનો દંડ ફટકારતી કોર્ટ
મોરબીમાં છેલ્લા ત્રણ માસથી નિરાધાર, વિકલાંગ અને વિધવાઓ માસિક પેન્શનથી વંચીત, રજૂઆત
SHARE
મોરબીમાં છેલ્લા ત્રણ માસથી નિરાધાર, વિકલાંગ અને વિધવાઓ માસિક પેન્શનથી વંચીત, રજૂઆત
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા અને મુસાભાઇ બ્લોચે રાજયના મુખ્યમંત્રીને રજુઆત કરેલ છે કે નિરાધારો અને વિકલાંગો તથા જે સ્વર્ણિમ ગુજરાત હેઠળ જે ૭૫૦ જેટલી નજીવી રકમ આવે છે તેમા પણ છેલ્લા ત્રણ માસથી તેમના ખાતામાં પેન્શન આવેલ નથી તો શાના કારણો આ વિલંબ થાય છે..? તેની તપાસ કરવા સામાજીક કાર્યકરએ અરજ કરેલ છે. આવા નિરાધારો તેમજ વિકલાંગોના દિવાળીમાં પણ આવુ પેન્શન મળેલ નથી તો આવા અબાલ વૃધ્ધોની દિવાળીના તહેવારમાં ઘેર દિવા પણ ન કરી શકયા એવી હાલત હોવા છતાં નિરાધારોને સરકારે રૂા.૭૫૦ જેવું નજીવી પેન્શનની રકમમાં પણ આવો વિલંબ કરે છે તો આમાં પેન્શન વધારો તો કયાંથી કરવામાં આવશે..!
જો કોઇ નિરાધાર ને હૈયાતી હુકમ આપવામાં વિલંબ થયેલ હોય તો તેને લેખીત જાણ કરવી જરૂરી હોય છે છતાં પણ આવું સરકારી બાબુઓ કરતા નથી અને નિરાધારો વિધવાબહેનોના છેલ્લા ૩ (ત્રણ) માસથી પેન્શન બંધ થયેલ છે અને આવા બીચારા વૃધ્ધોને રીક્ષાના ભાડા ખર્ચીને ધકકા જાય છે અને રીક્ષાના ભાડા ખર્ચીને બેંકથી પાછા ફરે છે અને નિરાશ થઇ ને પાછા ફરે છે. તો આવા નિરાધારો સામે સરકાર જુવે અને અન્ વિલંબ માટે જવાબદારોની સામે પગલા લે તેવી સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા અને મુસાભાઇ બ્લોચે માંગ કરેલ છે. આવા અબાલ,વૃધ્ધો, વિધવાઓની તરફથી ફરીયાદ છે.વિધવા બહેનો પોસ્ટ ઓફીસેથી પણ ધરમના ધકા ખાઇને ધરે પાછા ફરે છે. આ ઉપરાંત તેને પેન્શનમાં પણ વધારો થાય તે માટે પણ ઉચ્ચ સ્તરે રજુઆત કરવા માટે પણ આ અરજી સાથે રજુઆત કરવામાં આવેલ છે. તો આ અંગે યોગ્ય સત્વરે પગલા લેવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજૂઆત કરાયેલ છે.