મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં એસટી ડેપો,આ મેનેજરની નિમણૂક કરવાની મઝદૂર સંઘની માંગ


SHARE









વાંકાનેરમાં એસટી ડેપો,આ મેનેજરની નિમણૂક કરવાની મઝદૂર સંઘની માંગ

વાંકાનેર એસટી ડેપોમાં છેલ્લા ઘણા સમયથી કોઈ ડેપો મેનેજર નથી જેથી કરીને રાજકોટ વિભાગ એસટી મઝદૂર સંઘ દ્વારા વાંકાનેરમાં ડેપો મેનેજર મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને તે મુદે વિભાગીય નિયામકને લેખિત રજૂઆત કરાઇ છે.

હાલમાં રાજકોટ વિભાગ એસટી મઝદૂર સંઘ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ  છે કે, વાંકાનેર ડેપોમાં છેલ્લા ઘણા સમયથી ડેપો મેનેજર નથી જેથી કરીને વાંકાનેર ડેપોના કર્મચારીઓને કોઈ રજૂઆત કરવી હોય તો કોને કરવી તે પ્રશ્ન ઊભો થાય છે અને સંગઠન કક્ષાએ વાંકાનેર ડેપોમાં કોઈપણ બાબતની જાણકારી લેવી હોય તો મળી શકતી નથી. જેથી કરીને ડિવિઝન કક્ષાએથી તાત્કાલિક વાંકાનેર ડેપો મેનેજનો ચાર્જ કોઈને આપવામાં આવે આઠવ તો કાયમી ડેપો મેનેજર મૂકવામાં આવે તેવી માંગ કરી છે.




Latest News