મોરબી મહાપાલિકા વિસ્તારમાં બાંધકામ માટેની ઓનલાઈન પ્રોસેસ ઝડપથી કાર્યરત થશે: કમિશ્નર
મોરબીમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો
SHARE
મોરબીમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો
મોરબીના પંચાસર રોડ ઉપર રહેતો યુવાન તેના મિત્ર સાથે લાતી પ્લોટ મેઇન રોડ ઉપરથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અગાઉ સામું જોવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામે વાળાએ તેની સ્વિફ્ટ ગાડી ઉભી રાખીને તેમાંથી ધારિયા સાથે તે નીચે ઉતર્યો હતો અને ત્યારબાદ યુવાનને ગાળો આપી હતી અને ધારિયા વડે તેના ઉપર હુમલો કર્યો હતો ત્યારે તેને ખભાના ભાગે ફ્રેક્ચર અને તેની સાથે રહેલા વ્યક્તિને પણ ધારિયું મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલા યુવાન સહિતના બંને વ્યક્તિઓને સારવારમાં લઈ ગયા હતા અને હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા અને ફ્રુટનો વેપાર કરતાં જુબેર ઉર્ફે બબુડો મહેબૂબભાઈ માયક (25)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાહરૂખ ઘાંચી રહે. મિલન પાર્ક વાવડી રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે અગાઉ ફરિયાદીને આરોપી સાથે સામું જોવા બાબતે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખીને ગઈકાલે બપોરના સમયે ફરિયાદી તથા તેની સાથે અન્ય એક વ્યક્તિ બાઈક ઉપર મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર કાળુભાઈના ગેરેજ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી સ્વીફ્ટ ગાડી લઈને આરોપી આવ્યો હતો અને તેને પોતાની ગાડી ઉભી રાખીને તેમાંથી તે લોખંડનું ધારિયું લઈને નીચે ઉતર્યો હતો અને ત્યાર બાદ ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને બાદમાં લોખંડનો ધારિયાથી ફરિયાદીને જમણા ખભા ઉપર માર મારીને ફેક્ચર જેવી ઇજા કરી હતી અને તેની સાથે બાઈકમાં બેઠેલ અન્ય વ્યક્તિને પણ ધારિયું જમણા હાથમાં મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
એક બોટલ દારૂ
મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આલ્ફાન સિરામિક કારખાના સામેથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 967 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી કિશોરભાઈ બચુભાઈ બડોધરા (29) રહે. જોગડ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે