મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકા ગામે સુરતથી જમીન વેચાણનો દસ્તાવેજ કરવા આવેલા પિતા-ભાઈ ઉપર બે સગા ભાઈઓએ કર્યો પાઇપ-ધોકા વડે હુમલો


SHARE









વાંકાનેરના મહીકા ગામે સુરતથી જમીન વેચાણનો દસ્તાવેજ કરવા આવેલા પિતા-ભાઈ ઉપર બે સગા ભાઈઓએ કર્યો પાઇપ-ધોકા વડે હુમલો

હાલ સુરતના ઉન પાટીયા રાહત સોસાયટી વિસ્તારમાં રહેતા અને મૂળ વાંકાનેરના રહેવાસી વૃદ્ધે પોતાની મહીકા ગામે આવેલ જમીનનું વેચાણ કર્યું હતું જેથી કરીને તે તેના મોટા દીકરા સાથે સુરતથી મહીકા ગામે દસ્તાવેજ કરવા માટે આવ્યા હતા ત્યારે વૃદ્ધના બે દીકરાઓને તે સારું નહીં લાગતા તેમણે ગાડી આડે બાઈક ઉભું રાખ્યું હતું અને ત્યાર બાદ પાઇપ અને ધોકા વડે પિતા અને ભાઈ ઉપર બે દીકરાઓએ હુમલો કર્યો હતો અને ગાડીના કાચ તોડી નાખ્યા હતા તેમજ પિતા અને ભાઈ સહિત કુલ ચાર વ્યક્તિને પાઇપ તથા ધોકા વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલા લોકોને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ યુવાને તેના જ સગા બે ભાઈની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી હોય તો મળે મૂળ વાંકાનેર તાલુકાના મહીકા ગામના રહેવાસીને હાલમાં સુરતના ઉન પાટીયા રાહત સોસાયટી બિલ્ડીંગ નં. ટી-101 ખાતે રહેતા ઈમુદિન હબીબભાઈ બાદી (40)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના સગા ભાઈ સીદીક હબીબભાઈ બાદી અને ઉવેશ હબીબભાઈ બાદી રહે. બંને મહીકા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, તેઓના પિતા હબીબભાઈ બાદીની તેની સાથે સુરતમાં રહે છે અને તેના પિતાની માલિકીની જમીન મહીકા ગામે આવેલ છે અને તે જમીનનું તેઓએ વેચાણ કર્યું હતું જેથી ફરિયાદી તેના પિતાને લઈને સુરતથી મહીકા ગામે જમીનનો દસ્તાવેજ કરાવવા માટે થઈને મહીકા ગામે આવેલ હતો ત્યારે તેની સાથે ડ્રાઈવર દિલાવર આલા અને ફરિયાદીનો મિત્ર મહેબૂબભાઈ હતા દરમિયાન જમીન વેચાણ બાબતે સારું નહીં લગતા ફરિયાદીના સગા બે ભાઈઓએ ફરિયાદી સહિતના ચારેય લોકો મહીકાથી કાનપર તરફ જવાના રસ્તા ઉપરથી પોતાની અલટો ગાડી નં. જીજે 3 એમઆર 2492 માં જઈ રહ્યા હતા ત્યારે આરોપી સીદીક બાદીએ બાઇક આડુ ઊભું રાખ્યું હતું અને લોખંડના પાઇપ વડે અલટો ગાડીના દરવાજા તથા આગળના કાચ ઉપર ઘા કરીને ગાડીમાં નુકસાની કરી હતી તેમજ ફરિયાદીને જમણા હાથની આંગળીમાં અને ખભામાં પાઇપ મારીને ઇજા કરી હતી તથા તેના પિતા હબીબભાઈને ડાબા હાથમાં આરોપી સીદિકએ મારમાર્યો હતો તથા ઉવેશભાઈએ લાકડાના ધોકા વડે મારમાર્યો હતો અને ફરિયાદી, તેના પિતા સહિત ચારેય લોકોને માર મારીને ઇજા કરવામાં આવી હોવાથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ફરિયાદીના બે સગા ભાઈઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News