મોરબીના ઝીંઝુડા ગામેથી 24 કલાક બાદ 3 આરોપી અને ડ્રગ્સ સાથે એટીએસની ટીમ રવાનાઃ કાલે આરોપીઓને કાર્ટમાં રજુ કરાશે
SHARE
મોરબીના ઝીંઝુડા ગામેથી 24 કલાક બાદ 3 આરોપી અને ડ્રગ્સ સાથે એટીએસની ટીમ રવાનાઃ કાલે આરોપીઓને કાર્ટમાં રજુ કરાશે
મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામેથી ડ્રગ્સનો 120 કિલો જથ્થો ઝડપાયો છે ત્યારે છેલ્લી 24 કલાકથી એટીએસની ટીમ કામગીરી કરી રહી હતી અને હાલમાં એટીએસની ટીમ ઝીંઝુડા ગામેથી આરોપી અને ડ્રગ્સનો જથ્થો લઇને રવાના થયેલ છે તેવુ જાણવા મળ્યું છે અને આવતીકાલે આરોપીઓને એટીએસની ટીમ દ્વારા મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે
મોરબી જિલ્લાના ઝીંઝુડામાં છેલ્લી 24 કલાકથી એટીએસની ટીમ દ્વારા કામગીરી ચાલી રહી હતી અને સમસુદ્દીન પીરજાદા નામના શખ્સના ઘરમાં હેરોઇનનો જથ્થો હોવાની બાતમી હતી અને એટીએસની ટીમે ઝીંઝુડાના રહેણાંક મકાનમાં રેડ કરી હતી અને 600 કરોડનો હેરોઈનનો જથ્થો પકડવામાં આવેલ છે અને એટીએસની ટીમ દ્વારા સ્થાનિક પોલીસ તેમજ એફ.એસ.એલ.ની પણ આ સમગ્ર ઘટનાક્રમની અંદર મદદ લેવામાં આવી હતી અને હાલમાં જ્યારે 120 કિલો જેટલો હેરોઇનનો જથ્થો પકડાયો છે તેના સીલીંગ માટે થઈને કામગીરી કરવામાં આવી હતી અને હાલમાં જ માહિતી મળી રહી છે તે મુજબ લગભગ 24 કલાક કેટલા સમય બાદ સમસુદીનની ઘરમાંથી પોલીસ ત્રણેય આરોપીઓ અને ડ્રગ્સના જથ્થાને લઇને ત્યાંથી રવાના થયેલ છે અને હાલમાં આરોપીઓને મોરબી જિલ્લામાં જ રાખવામાં આવશે તેવું પોલીસ અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અને આ આરોપીઓની સામે ગુજરાત એટીએસમાં ફરિયાદ નોંધવામાં આવશે જો કે તેને આવતીકાલે મોરબીની સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી પણ માહિતી સામે આવી રહી છે