અફઘાનિસ્તાનથી ઝીઝુંડા સુધીનું કનેક્શન કેવી રીતે ગોઠવાયું ?: ઘટનાની આરપાર
SHARE
અફઘાનિસ્તાનથી ઝીઝુંડા સુધીનું કનેક્શન કેવી રીતે ગોઠવાયું ?: ઘટનાની આરપાર
ગઇકાલે એટીએસની ટીમે રેડ કરીને જે ડ્રગસ પકડ્યું છે તેની સાથે પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં એવિ માહિતી સામે આવી છે કે, ઑક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આ હેરોઇનનો જથ્થો આવ્યો હતો અને તેને સલાયાના દરિયાકાંઠે ઉતારવામાં આવેલ છે ત્યાથી જુદાજુદા વિસ્તારમાં આ મળને મોકલાવવામાં આવેલ છે અને હાલમાં પકડાયેલા ત્રણ આરોપી પૈકીનાં આરોપી ગુલાબ અને જબ્બાર અવારનવાર દુબઈ જતા હતા અને પાકિસ્તાનથી ડ્રગ્સ સપ્લાઈ કરનારી ગેંગેના સંપર્કમાં હતા અત્રે ઉલેખનીય છે કે, ગઇકાલે રાજ્યના પોલીસ વડાએ જે માહિતી જાહેર કરી હતી તેમાં પાકિસ્તાની ઝહીર બલોચે આ મોલ મોકલવ્યો હોવાનું સામે આવ્યું હતું અને આ શખ્સ અગાઉ ૨૦૧૯ માં ૨૨૭ કિલો ડ્રગ્સ પકડાયું હતું તે કેસમાં આજની તારીખે પણ વૉન્ટેડ છે તેવું જણાવ્યુ છે
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાનમાં છેલ્લા વર્ષોથી અફીણની ખેતીમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ વર્ષે લગભગ આઠ ટકા જેટલો વધારો અફીણની ખેતીમાં થયો છે. જેથી કરીને અફીણનું ઉત્પાદન વધવાથી નશીલા પદાર્થને યેનકેન પ્રકારે ભારત અને એશિયાના જુદાજુદા દેશોમાં સપ્લાઈ કરવામાં આવે છે વધુમાં એવી પણ માહિતી સામે આવી રહી છે કે, અફઘાનિસ્તાનમાં આ વર્ષે ૬૦૦૦ ટન અફીણનો પાક થયો છે જેમથી અંદાજે ૩૨૦ ટન જેટલું શુદ્ધ હેરોઇન બની શકે છે અને આજની તારીખે દુનિયાભરમાં હેરોઇન જેવા માદક પદાર્થ જે મોકલાવવામાં આવે છે તેનો ૮૫ ટકા જેટલો જથ્થો માત્ર અફઘાનિસ્તાનથી સપ્લાઈ કરવામાં આવે છે વધુમાં એવી પણ માહિતી મળી છે કે, ગઇકાલે જે ત્રણ આરોપીને પકડેલા છે તે પૈકીનાં મુખ્તાર અને ગુલામએ દરિયાઈ માર્ગ પાકિસ્તાની બોટ મારફતે આ ડ્રગ્સને ગુજરાતનાં કિનારા સુધી પહોચડેલ છે અને તેઓ પાકિસ્તાની ઝાહીદ બશીર બલોચ નામના ડ્રગ્સ પેડલરના સંપર્કમાં છે જો કે, હવે પોલીસ આગળની તપાસમાં આરોપીના રિમાન્ડ મેળવીને નવા કડાકા ભડાકા શું કરશે તેના ઉપર સહુ કોઇની નજર રહેલી છે