મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

પાકિસ્તાનથી ડ્રગ્સ મોરબીના ઝીંઝુડા ગામે કેવી રીતે પહોચ્યું !: આરોપીઓને આજે મોરબીની કોર્ટમાં રજૂ કરાશે


SHARE











પાકિસ્તાનથી ડ્રગ્સ મોરબીના ઝીંઝુડા ગામે કેવી રીતે પહોચ્યું !: આરોપીઓને આજે મોરબીની કોર્ટમાં રજૂ કરાશે

મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામેથી ડ્રગ્સનો ૧૨૦ કિલો જથ્થો ઝડપાયો હતો અને 24 કલાક સુધ એટીએસની ટીમ દ્વારા આ ગામમાં કામગીરી કરવામાં આવી હતી બાદમાં એટીએસની ટીમ ઝીંઝુડા ગામેથી આરોપી અને ડ્રગ્સનો જથ્થો લઇને રવાના થયેલ હતી અને હાલમાં આ આરોપીઓને મોરબી જીલ્લામાં જ રાખવામા આવેલ છે અને આજે આરોપીઓને એટીએસની ટીમ દ્વારા મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના રિમાન્ડ લીધા બાદ તેને અમદાવાદ એટીએસ ખાતે લઈ જવામાં આવશે

મોરબી જિલ્લાના ઝીંઝુડામાં ૨૪ કલાક  સુધી એટીએસની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને સમસુદ્દીન સૈયદ પીરજાદા નામના શખ્સના ઘરમાં હેરોઇનનો જથ્થો હોવાની બાતમી હતી અને એટીએસની ટીમે ઝીંઝુડાના રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે ત્યાથી ૬૦૦ કરોડનો હેરોઈનનો જથ્થો પઝડપાયો હતો અને એટીએસની ટીમ દ્વારા સ્થાનિક પોલીસ તેમજ એફ.એસ.એલ.ની પણ આ સમગ્ર ઘટનાક્રમની અંદર મદદ લેવામાં આવી હતી

હાલમાં જ્યારે ૧૨૦ કિલો જેટલો હેરોઇનનો જથ્થો પકડાયો છે તેના સીલીંગ માટે થઈને કામગીરી કરવામાં આવી હતી અને લગભગ ૨૪ કલાક કેટલા સમય બાદ સમસુદીનના ઘરમાંથી પોલીસ ત્રણેય આરોપીઓ અને ડ્રગ્સના જથ્થાને લઇને રવાના થઈ હતી અને હાલમાં આરોપીઓને મોરબી જિલ્લામાં જ રાખવામાં આવ્યા છે અને આરોપીઓની સામે ગુજરાત એટીએસમાં ફરિયાદ નોંધવામાં આવશે જો કે તેને આજે મોરબીની સ્થાનિક કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવશે પછી તેને એટીએસ અમદાવાદ ખાતે લઈને જવામાં આવશે વધુમાં સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે, દરિયા માર્ગે આ જથ્થો સલાયા સુધી લાવવામાં આવ્યો હતો અને ત્યાથી આરોપીઓ બાય રોડ આ ડ્રગ્સને મોરબી તાલુકાનાં ઝીંઝુડા ગામ સુધી લઈને આવ્યા હતા






Latest News