મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ પાસે બાઇકને ટ્રેલર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







મોરબીના ઘુટુ પાસે બાઇકને ટ્રેલર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી હળવદ હાઈવે ઉપર આવેલ ઘુટુ ગામ પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનના બાઇકને ટ્રેલર ચાલકે હડફેટે લેતા બાઇક ચાલક યુવાનનું મોત નિપજયું હતુ જેથી કરીને મૃતક યુવાનના ભાઈએ હાલમાં ટ્રેલર ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી નજીકના ત્રાજપર ખારી વિસ્તારની અંદર રહેતા અને સિરામિકમાં મજૂરીકામ કરતાં સુરેશભાઈ નારણભાઈ સનુરા જાતે કોળી (ઉંમર ૨૮) એ હાલમાં ટ્રેલર નંબર આરજે ૦૭ જીડી ૨૬૪૫ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો ભાઈ સંજય નારણભાઈ સનુરા (૨૦) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ એએ ૬૪૪૭  લઈને મોરબીના ઘૂંટુ ગામ પાસે આવેલ પીએચસી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રેલર ચાલકે પોતાનું વાહન બેફીકરાઈથી ચલાવીને તેના ભાઈના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને સંજયને ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત નીપજ્યું છે અને ટ્રેઇલર ચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈ સુરેશભાઈ સનુરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેલર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 




Latest News