મોરબીના ઘુટુ પાસે બાઇકને ટ્રેલર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત
મોરબીના ભડીયાદ પાસે ૫૫૫ કારખાનાની કોલોનીમાં દંપતિને ત્રણ શખ્સોએ માર માર્યો
SHARE
મોરબીના ભડીયાદ પાસે ૫૫૫ કારખાનાની કોલોનીમાં દંપતિને ત્રણ શખ્સોએ માર માર્યો
મોરબી નજીકના ભડીયાદ ગામ પાસે આવેલ ૫૫૫ કારખાનાની કોલોનીમાં રહેતાં પતિ-પત્નીને ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાનો દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના ભડીયાદ ગામ પાસે આવેલ ૫૫૫ કારખાનાની કોલોનીમાં રહેતા સંજયભાઈ કરસનભાઈ આંત્રેશા જાતે કોળી (૨૧) એ હાલમાં ચિરાગભાઈ સુરેલા, અશોકભાઈ સુરેલા અને અશોકભાઇના શાળા મુન્નાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેઓને અને તેની પત્ની જ્યોતિબેન સંજયભાઈને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં ફરિયાદી સંજયભાઈએ જણાવ્યું છે કે તેઓના ઘર પાસે પાણીના નળમાં તેઓએ મોટર મૂકેલી છે તે બાબતે ચિરાગભાઈ સુરેલાએ તેની સાથે બોલાચાલી કરી હતી અને લાકડાના ધોકા વડે પગમાં માર માર્યો હતો ત્યારબાદ તેને અશોકભાઈએ પકડી રાખ્યા હતા અને અશોકભાઈના સાળા મુન્નાએ બોલાચાલી કરી ગાળો આપીને ત્રણ વ્યક્તિઓએ તેને અને તેના પત્ની જ્યોતિબેનને માર માર્યો હતો હાલમાં મોરબી તાલુકા પોલીસે ભોગ બનેલા સંજયભાઈની ફરિયાદ લઈને ત્રણેય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે