મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ચાલી રહેલા ખનીજ ચોરી બંધ કરાવવા માજી ઉપસરપંચની માંગ


SHARE













મોરબીના બેલા ગામે ચાલી રહેલા ખનીજ ચોરી બંધ કરાવવા માજી ઉપસરપંચની માંગ

મોરબીનાં બેલા (રં) ગામની સીમમાં સરકારી જમીનમાં અગાઉ ખનીજ ચોરીની ફરિયાદી કરી હતી જેથી કરીને ખનીજ ચોરી બંધ થઈ ગયેલ હતી જો કે, હાલમાં ફરી પાછી ખનીજ ચોરી શરૂ કરવામાં આવેલ છે જેથી કરીને ગામના માજી ઉપસરપંચ દ્વારા કલેક્ટરને રજૂઆત કરીને ખનીજ ચોરીને બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે.

મોરબીના બેલા ગામના માજી ઉપસરપંચ પ્રવિણચંદ્ર એસ. આચાર્ય દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છેકે, બેલા (રંગપર) ગામે સરકારી જમીનમાં મોટા પાયે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. અને ખોખરા બેલા સીમમાં જીઈબીની બાજુમાં હાલ ખનીજ ચોરી ચાલી થાય છે. ત્યાં રાત્રિના ૧૧:૦૦ થી વહેલી સવારે ૪:૦૦ વાગ્યા સુધી બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે અને તેના માટે બે હીટાચી, ૨૦ ટ્રક ત્યાં કામે લગાડવામાં આવે છે. અત્રે ઉલેખનીય છે કે, ગત તા.  ૩૦/૧૧/૨૦૨૪ નાં રોજ ખનીજ વિભાગે રેડ કરીને ખનીજ ચોરી બંધ કરાવી હતી. જો કે, હાલમાં ફરી પાછી ત્યાં ખનીજ ચોરી ચાલુ થયેલ છે અને અગાઉ જે લોકો ખનીજ ચોરી કરતા હતા તે જ લોકો હાલમાં ત્યાંથી ખનીજ ચોરી કરી રહયા છે. અને ગામમાં થતી ચર્ચા મુજબ ગામના સરપંચ અને તલાટિના આશીર્વાદથી અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે મિલીભગત કરીને જ આ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. જો અધિકારી દ્વારા ખનીજ ચોરી પાછી કેમ ચાલુ થ?, જો ખનીજ ચોરીની જાણ કરવા માટે કોઈ ફોન કરે તો ખનીજ વિભાગના અધિકારી ફોન ઊપડતાં નથી ?, જેથી હાલમાં કલેક્ટરને રજૂઆત કરીને ખનીજ ચોર બંધ કરાવવાની માંગ કરી છે. અને જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ના છુટકે હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવશે તેવી ચીમકી અરજદારે ઉચ્ચારી છે.




Latest News