મોરબી જિલ્લામાં વાહનો માટે નવી સિરીઝના ખાસ નંબરનું ઈ-ઓક્શન કરાશે
મોરબી નજીક એક્ટિવાને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનાર કાર ચાલક સામે કાર્યવાહી
SHARE







મોરબી નજીક એક્ટિવાને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનાર કાર ચાલક સામે કાર્યવાહી
મોરબીના નાનીવાવડી ગામ પાસે એક્ટિવા લઈને જઈ રહેલા વૃદ્ધના એકટીવાને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધને ઈજા થયેલ હતી અને તેનું સારવાર દરમ્યાન મોત નીપજયુ હતું જેની ફરિયાદ નોંધાયેલ હતી તે ગુનામાં પોલીસે કાર ચાલકને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.
મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા કરસનભાઈ પ્રાગજીભાઈ સોલંકી (86) ગત તા. 22/12 ના રોજ સવારે સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી એકટીવા લઈને જઈ રહ્યા હતા ત્યારે રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણી કારના ચાલકે તેઓના એકટીવાને હડફેટે લીધું હતું જેથી કરીને કરસનભાઈ સોલંકીને ઇજાઓ થયેલ હતી જેથી કરીને ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા કરસનભાઈ સોલંકીનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે નોંધાવેલ ફરિયાદની તપાસ કરી રહેલા ફિરોઝભાઈ સુમરા દ્વારા આરોપી અમિત પરસોતમભાઈ ચાવડા (32) રહે બગથળા વાળાને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી
આધેડ સારવારમાં
મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે રહેતા અનિલભાઈ લાલજીભાઈ (53) નામના આધેડ જાંબુડીયા ગામથી લાલપર જવાના રસ્તા ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે બાપા સીતારામ મઢુલી નજીક અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
