મોરબી નજીક એક્ટિવાને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનાર કાર ચાલક સામે કાર્યવાહી
મોરબીમાં યુવાન અને તેના મિત્ર ઉપર છરી વડે હુમલો-એટ્રોસીટીના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી
SHARE







મોરબીમાં યુવાન અને તેના મિત્ર ઉપર છરી વડે હુમલો-એટ્રોસીટીના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી
મોરબીમાં યુવાન તેના મિત્ર સાથે બાઈક લઈને મોચી શેરીમાંથી જઈ રહ્યો હતો ત્યારે સામે વાળો તેના ઘર પાસે બેઠેલ હોય તે શખ્સે યુવાન તથા તેના મિત્રને રોકીને બોલાચાલી કરી હતી અને ગાળો આપીને યુવાનને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો અને ત્યારબાદ યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે તપાસનીસ અધિકારી દ્વારા ત્રણ શખ્સોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
મોરબીની માળિયા વનાળિયા સોસાયટીમાં રહેતા પંકજભાઈ પાલાભાઈ રાઠોડ (25)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કિશન પટેલ અને કૃણાલ પટેલ રહે. બંને મોચી શેરી મોરબી અને મોઈન કુરેશી રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાની સામે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી કે, ફરિયાદી તથા તેનો મિત્ર હાજીભાઈ માણેક બંને મોચી શેરીમાંથી બાઈક ઉપર જઈ રહ્યા હતા ત્યારે અગાઉ થયેલ બોલાચાલી અને માથાકૂટનો ખાર રાખીને આરોપી કિશન પટેલ તેના ઘર પાસે બેઠેલ હોય તેણે ફરિયાદીના બાઈકને રોકાવીને બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી અને ફરિયાદીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપશબ્દ શબ્દો કહીને હડધૂત કર્યો હતો તેમજ બોલાચાલી કરીને આરોપી કૃણાલ પટેલ અને તેનો મિત્ર મોઈન કુરેશી ઘરમાંથી બહાર આવ્યા હતા ત્યાર બાદ ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને તે સમયે આરોપી કિશન પટેલે પોતાની પાસે રહેલ છરી વડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને તેને જમણા હાથના કાંડા પાસે ઈજા કરી હતી જેથી સારવાર માટે તેને હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી જે ગુનાની તપાસ કરી રહેલા મોરબી જિલ્લા એસસીએસટી સેલના ડીવાયએસપી વી.બી.દલવાડી તથા સ્ટાફ દ્વારા આરોપી કિશન રમેશ કૈલા (23) અને કૃણાલ રમેશ કૈલા (20) રહે. બંને મોચી શેરી મોરબી તથા મોઈન કાસમ કુરેશી (19) રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
