મોરબીના સુમતીનાથ નગરમાં પાયલ આરોગ્ય નિકેતન ખાતે મેડિકલ કેમ્પનું આયોજન
હળવદ-વાંકાનેર પાલિકાની સામાન્ય અને માળીયા (મી) પાલિકાના બે બેઠકની ચૂંટણીનું 16 ફેબ્રુઆરીએ મતદાન
SHARE
હળવદ-વાંકાનેર પાલિકાની સામાન્ય અને માળીયા (મી) પાલિકાના બે બેઠકની ચૂંટણીનું 16 ફેબ્રુઆરીએ મતદાન
રાજ્યમાં પાલિકા મહપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લાની પાંચ પૈકીની બે પાલિકાની સામાન્ય ચૂંટણી અને માળીયા પાલિકાની બે બેઠક માટેની ચૂંટણી જાહેર કરવામાં આવેલ છે જો કે, ટંકારા સહિત રાજ્યની નવી નગરપાલિકાની ચૂંટણી હાલમાં જાહેર કરવામાં આવેલ નથી.
ગુજરાતમાં ઘણી પાલિકા અને મહાપાલિકાની મુદત પૂર્ણ થઈ ગયેલ છે જો કે, વહીવટદારથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું હતું તેવામાં મંગળવારે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટેની ચૂંટણી જાહેર કરવામાં આવેલ છે જેમાં કુલ મળીને 66 નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવેલ છે તેમાં મોરબી જિલ્લાની વાત કરીએ તો હળવદ નગરપાલિકા કે જેની મુદત ઘણા સમયથી પૂરી થઈ ગયેલ છે તેની સામાન્ય ચૂંટણી યોજાશે. તેમજ વાંકાનેર નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી હતી જેથી કરીને વાંકાનેર પાલિકાની પણ ચૂંટણી યોજાશે તેમજ માળિયા મિયાણા નગરપાલિકાની બે બેઠક ખાલી છે જેથી કરીને ત્યાં પેટાચૂંટણી યોજાશે. તે ઉપરાંત મોરબી જીલ્લામાં માળિયા મિયાણા તાલુકા પંચાયતની સરવડ બેઠક તેમજ વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાશે. જેના માટે 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરવામાં આવશે ત્યાર બાદ 3 તારીખે ફોર્મની ચકાસણી, 4 તારીખે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ, 16 તારીખ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.